સુરતઃ ભારત સરકાર (Government of India) દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજના (Prime Minister Kisan Yojana) અંતર્ગત નોંધાયેલા ખેડૂતો માથી જે ખેડૂતો કિશાન ક્રેડિટ કાર્ડ વગરના છે તેમને હવે કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંગેની પત્રકાર પરિષદમાં વિગતો આપતા જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયાએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ કુલ ૧,૧૩,૯૨૦ ખેડૂતો નોંધાયેલા છે. જે પૈકી ૫૧,૭૯૪ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે.
બાકી રહેલા ૬૨,૧૨૬ ખેડૂતોને કાર્ડ આપવા માટે તા.૨૩મી ફેબ્રુઆરી-૨૦૨0 સુધી પખવાડીયા દરમિયાન ગ્રામ્યની તમામ બેંકો દ્વારા કેમ્પો યોજીને મિશન મોડ પર અભિયાન ચલાવવામાં આવશે. પીએમ કિસાનના લાભાર્થીઓને કેસીસી (કિશાન ક્રેડિટ કાર્ડ) હેઠળના કવરેજ માટે એક પાનાનું સરળ ફોર્મ વિકસાવવામાં આવ્યું છે.
ખેડૂતોએ ફોર્મની સાથે જમીનના સાત બારની નકલ તથા પાક વાવેતરનો દાખલો લઈને વગર વ્યાજના ધીરાણ માટે નજીકની બેંક શાખાનો સંપર્ક કરી શકે છે. જેથી જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતોએ બેંકોમાં જઈને લાભ મેળવવાનો અનુરોધ તેમણે કર્યો હતો. હવે કે.સી.સી.ના લાભનો વ્યાપ પશુપાલન અને મત્સ્યદ્યોગ ખેડૂતો સુધી પણ વધારવામાં આવ્યો છે.
જેખેડૂતો કેસીસી ધારક છે અને પશુપાલન અને મત્સ્યદ્યોગ પ્રવૃત્તિઓ કરે છે તે વધારાની મર્યાદાનીમંજુરી માટે બેન્ક શાખામાં પહોચીને લાભ લઈ શકે છે. આ માટે ત્રણ લાખ સુધીની લોન પર કોઇ પણ પ્રકારનો પ્રોસેસીંગ ચાર્જ પણ લાગશે નહિ. એક વર્ષ માટે ઝીરો ટકા વ્યાજે આ લોન આપવામાં આવશે. જેથી ખેડૂતો ખેતીનો વિકાસ કરી શકે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર