Home /News /gujarat /

ખેડૂતો માટે રાહતના સમાચાર, ટેકાના ભાવે રાયડાની ખરીદીની તારીખ લંબાઈ

ખેડૂતો માટે રાહતના સમાચાર, ટેકાના ભાવે રાયડાની ખરીદીની તારીખ લંબાઈ

દિલ્હીમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, અને કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે બેઠક કરી હતી.

નવી દિલ્હીમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીની કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કૃષિ રાજ્ય મંત્રી રૂપાલા સાથે મહત્ત્વપૂર્ણ બેઠક થઈ

    ન્યૂઝ 18 ગુજરાતી : દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા માટે ગયેલા મુખ્ય મંત્રઈ વિજય રૂપાણીએ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી હતી. આ બેઠક રાજ્યનના ખેડૂતો માટે સારા સમાચાર લઈ આવી છે. આ બેઠકમાં કેન્દ્ર સરકારે રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાની તારીખ લંબાવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતમાં હવે આગામી 30મી જૂન સુધી સરકાર ટેકાના ભાવે રાયડાની ખરીદી કરશે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર સાથે બેઠક યોજીને રાજ્યના ખેડૂતોના હિતકારી વિષયો અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. તેમણે કિસાન કલ્યાણ નિધિ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સહિતની મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા આ બેઠકમાં હાથ ધરી હતી. મુખ્યમંત્રીના નેતૃત્વમાં અને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતીમાં કૃષિમંત્રી આર. સી. ફળદુ અને મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય કૃષિ મંત્રીને મળ્યું હતું.

    આ પણ વાંચો :  છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 31 તાલુકામાં મેઘ મહેર, સુત્રાપાડામાં સૌથી વધુ 5 ઈંચ

    વિજય રૂપાણીએ ગુજરાતના કિસાનોની પાક લોન એડવાન્સ પરના વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ સબવેન્શન લાભ આપવાના પેન્ડીંગ કલેઇમ્સ અંગે પણ કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી સાથે ચર્ચાઓ કરી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી સાથેની આ બેઠકમાં એવું નિર્ધારીત કરવામાં આવ્યું કે, રાજ્યમાં રાયડાની ટેકાના ભાવે ખરીદીની યોજના 30 જૂન 2019 સુધી લંબાવવામાં આવશે.

    કેન્દ્રીય કૃષિમંત્રી  નરેન્દ્રસિંહ તોમરે મુખ્યમંત્રીશ્રીને ખાતરી આપતાં જણાવ્યું કે, રાજ્યની કૃષિ ક્ષેત્ર સંબંધિત બધી જ પડતર બાબતોનો ઉકેલ લાવવા કેન્દ્રીય કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને યોગ્ય દિશાનિર્દેશો આપી દેવાશે. ભારત સરકારે સહકારી અને રાષ્ટ્રીયકૃત બેન્કોને વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ સબવેન્શનની ચૂકવણી ત્વરાએ કરીને ખેડૂતોને આ કારણોસર કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવો પણ નિર્ણય કર્યો છે.

    આ પણ વાંચો : વાયુ વાવાઝોડાના કારણે થયેલો વરસાદ ખેતી માટે ફાયદાકારક

    ખેત ઉત્પાદન વધારીને ખેડૂતોની આવક સુધારણા માટે તેમજ કૃષિ કલ્યાણને વધુ સુદ્રઢ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને સંયુકતપણે પગલાં લેશે તે બાબતો પણ આ બેઠકમાં ફોકસ કરવામાં આવી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Agricuture, MSP, ગુજરાત

    આગામી સમાચાર