Home /News /gujarat /

ગતિશીલ ગુજરાતની તસવીરઃ જોખમ ખેડી નદી માર્ગે જવું પડે છે શાળામાં

મોડાસા : આઝાદીના સાડાછ દાયકા પછી પણ કલ્પના ના થઇ શકે તેવી સમસ્યા અરવલ્લી જીલ્લાના મોડાસાતાલુકામાં બહાર આવી છે. ચાર ગામના લોકોને દાયકા પહેલા માઝૂમ નદી પર બાંધેલ ડેમને કારણે નદી પાર કરી એક ગામથી બીજા ગામ જવા માટેનો રસ્તો ના હોવાને કારણે જીવના જોખમે રબરની ટ્યુબ પર તેમજ નાવડીમાં જવું પડે છે. બાળકોને અભ્યાસ માટે પણ ટ્યુબ પર બેસી ભયજનક પરિસ્થિતિમાં જવું પડે છે. જયારે કોઈ માણસ મૃત્યુ પામે ત્યારે તેને અંત સમયે ચાર જણા કાંધ પણ આપી શકતા નથી નનામી પણ રબર ની ટ્યુબ પર લઇ જવી પડે છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

modasa hadmari2

મોડાસા તાલુકાના ભાચડીયા -તખતપુરા -મોદારસુમ્બા -તથા વાનીયાદ છાપરા ગામના રહીશોને છેલ્લા દસ વર્ષથી માઝૂમ નદી પર ડેમ બનાવવામાં આવ્યો ત્યારથી આ ગામો ઉપર આફત આવી પડી છે. આદિવાસી અને પછાત બક્ષીપંચ વસ્તી ધરાવતા લોકોની કર્મની કથની એવી છે કે આ ચાર ગામના લોકોને કોઈ પણ કામકાજ જેવાકે ખરીદી મેડીકલ બેંક શિક્ષણ વગેરે કામકાજ માટે નદીને સામે કાંઠે આવેલા વાનીઆદ ગમે જવું પડે છે.

modasa hadmari1

નદીને સામે છેડે આવેલા વાનીઆદ ગામે જવા માટે રસ્તો કે પુલ ના હોવાને કારણે લોકો મોતને મુઠ્ઠીમાં રાખી રબરની ટ્યુબ કે નાવડી માં બેસી જવું પડે છે આ ચાર ગામોમાં 5 ધોરણ સુધીનીજ શાળા આવેલી છે. તેનાથી વધુ અભ્યાસ માટે બાજુના ગામ વાનીઆદ જવું પડે છે જેથી બાળકોને પોતાના ખર્ચે રબરની ટ્યુબ વસાવી તેના પર બેસી મોતના ભય સાથેનું ભણતર ભણવું પડેછે.

modasa hadmari3

સૌથી અગત્ય ની બાબત તો એ છે કે આવી પરિસ્થિતિ માં જીવન વિતાવ્યા બાદ જયારે માણસ સ્વર્ગે સીધાય છે ત્યારે પણ આજ તકલીફ ને કારણે તેની નનામી ને પણ ચાર માણસો કાંધ આપી શકતા નથી નનામી ને પણ રબર ની ટ્યુબ પર મૂકી સ્મશાને લઇ જવી પડેછે.
First published:

Tags: ગ્રામજનો, મોત, રાજ્ય સરકાર, વિવાદ, સ્કુલ, હાલાકી

આગામી સમાચાર