Home /News /gujarat /

GMDC ગ્રાઉન્ડ પર પોલીસ દમનમાં બે IPS વચ્ચેની જાણીતી લડાઈ કારણભૂતની ચર્ચા

GMDC ગ્રાઉન્ડ પર પોલીસ દમનમાં બે IPS વચ્ચેની જાણીતી લડાઈ કારણભૂતની ચર્ચા

અમદાવાદઃ GMDC ગ્રાઉન્ડ પર 25 ઓગસ્ટના થયેલી પાટીદાર અનામત આંદોલનની મહાસભાએ સરકારને હચમચાવી દીધી હતી.આથી પણ કફોડી સ્થિતિ ત્યારે સર્જાઈ કે જયારે પાટીદારો પર પોલીસે બેફામ લાઠીઓ વિંઝી અને દમન ગુજાર્યો હતો. પોલીસ દમનની ઘટના અને હાર્દિક પટેલની ધરપકડના સમાચારોના પગલે ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃ GMDC ગ્રાઉન્ડ પર 25 ઓગસ્ટના થયેલી પાટીદાર અનામત આંદોલનની મહાસભાએ સરકારને હચમચાવી દીધી હતી.આથી પણ કફોડી સ્થિતિ ત્યારે સર્જાઈ કે જયારે પાટીદારો પર પોલીસે બેફામ લાઠીઓ વિંઝી અને દમન ગુજાર્યો હતો. પોલીસ દમનની ઘટના અને હાર્દિક પટેલની ધરપકડના સમાચારોના પગલે ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા.

કરોડો રૂપિયાની પબ્લિક પ્રોપર્ટીને નુકશાન પહોચાડાયું તો કયાંક કયાંક પોલીસ ગોળીબારમાં પાટીદાર યુવકો મોતને ભેટયા હતા.આ સમગ્ર ઘટનાઓના સિલસિલા માટે જવાબદાર કોણ ? અને જીએમડીસી ગ્રાઉન્ડ પર લાઠીચાર્જનો આદેશ આપનાર જનરલ ડાયર કોણે છે.આ તમામ સવાલોનો જવાબ આગામી દિવસોમાં સૌને મળી જશે.

જુલાઈ મહિનામાં મહેસાણાથી શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલન સમગ્ર રાજયમાં ફેલાઈ ગયું છે.25મી ઓગસ્ટના રોજ પાટીદારોએ લાખોની સંખ્યામાં જીએમડીસી ગ્રાઉન્ડ પર એકઠા થઈને તેમનો પાવર બતાવ્યો હતો.પાટીદાર પાવરને જોઈને  સરકાર હચમચી ગઈ હતી.પાટીદારોને મનાવવા સરકારે પ્રયાસો શરૂ કર્યા અને આ સમયગાળા દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ પર પાટીદારો પર અચાનક જ પોલીસે બેફામ - આડેધડ લાઠીચાર્જ કર્યો હતો.

સરકાર પાટીદારોને મનાવવા અને આંદોલનને તોડી પાડવા રણનીતિ તૈયાર કરતી હતી.ત્યાં અચાનક જ પોલીસે પાટીદારો પર કરેલા દમનને લઈને સરકાર ભીંસમાં મૂકાઈ ગઈહતી.જીએમડીસી ગ્રાઉન્ડ પર પાટીદારો પર અચાનક થયેલા લાઠીચાર્જની ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાંચના ડીસીપી દિપેન ભદ્રનને સોંપવામાં આવી છે.અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના નિવેદન પોલીસ નોંધી ચૂકી છે.જેમાં 60 જેટલા પોલીસ અધિકારી-કર્મચારી છે.જયારે કેટલાક પાટીદારોના પણ નિવેદનો નોંધવામાં આવ્યા છે.

પાટીદારો પર વિના કારણે થયેલા લાઠીચાર્જ પાછળ એક કાવતરૂં હોવાની ચર્ચાએ જોર પકડયું છે.અમદાવાદ શહેર બહારના એક ઉચ્ચ આઈપીએસ અધિકારીની જીએમડીસી ગ્રાઉન્ડ પર સૂચક હાજરી ઘણું બધું કહી જાય છે.શા માટે આ આઈપીએસ અધિકારી જીએમડીસી ગ્રાઉન્ડ પર આવ્યા હતા તે કહેવું મુશ્કેલ છે.પરંતુ આ સીનીયર આઈપીએસએ જીએમડીસી ગ્રાઉન્ડ પર આવ્યા તેના દોઢેક કલાક બાદ પાટીદારો પર પોલીસે લાઠીઓ વરસાવી હતી.

બે ઉચ્ચ આઈપીએસ અધિકારી વચ્ચે છેલ્લા બે વર્ષથી લડાઈ ચાલી છે.અને તે લડાઈમાં એક-બીજા પર વાર કરવાનો મોકો આ સીનીયર આઈપીએસ ઓફિસરો કયારેય ચૂકતા નથી.અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા પોલીસ દમનમાં આ ઉચ્ચ આઈપીએસ અધિકારીએ બદલો લેવા માટે સાજીશ રચી હોવાની વાતો વહેતી કરાઈ છે.બે IPS વચ્ચેની જાણીતી લડાઈ આમાં કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે.જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા પોલીસ દમનની તપાસમાં ત્રણેક નિવેદનો ઉચ્ચ આઈપીએસની વિરૂધ્ધમાં પડયા છે.આ નિવેદનો તેમના માટે આફતરૂપ બનશે કે રાહતરૂપ બનશે તે જોવાનું રહ્યું.

ફાઇલ તસવીર
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર અનામત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, મોત, રાજકારણ, રાજ્ય સરકાર, વિવાદ, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन