સુરત : સુરતના વરાછા (Surat Varacha Global Market) સ્થિત ગ્લોબલ માર્કેટમાં કરોડોના ઉઠમણામાં (Cheating) મામલે એકની ધરપકડ કરવામાં આવી છે. રૂ.21.48 કરોડની છેતરપિંડી અંગે નોંધાયેલા બે ગુનામાં (cirme) દલાલ જીતેન્દ્ર માંગુકીયાની (Jitendra Mangukiya) આજરોજ ધરપકડ કરી છે. આર્થિક ગુના નિવારણ શાખાએ ઉઠમણું કરનાર વેપારીઓની દુકાન અને ગોડાઉનમાંથી કુલ રૂ.4.33 કરોડનો માલ રીકવર કર્યો છે. સુરતના વરાછા સ્થિત ગ્લોબલ માર્કેટમાં કરોડોના ઉઠમણામાં વરાછા પોલીસ મથકમાં ગત શનિવારે મોડીરાત્રે રૂ.21.48 કરોડની છેતરપિંડીની બે ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં બંને ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી હતી.
આર્થિક ગુના નિવારણ શાખાના એસીપી વી.કે.પરમાર અને પીઆઈ એ.વાય.બલોચ અને ટીમે ગતરોજ ભોગ બનેલા વેપારીની ઉઠમણું કરનારાઓ સાથે સૌપ્રથમ મુલાકાત કરાવનાર અને અન્ય વીવર્સને દલાલીથી ગ્રે કાપડ અપાવનાર દલાલ જીતેન્દ્ર દામજીભાઈ માંગુકીયાની ગતરોજ અટકાયત કર્યા બાદ આજરોજ ધરપકડ કરી હતી.
સવાસો કરોડ કરતાં વધારેનું કૌભાંડ
સવાસો કરોડ કરતાં વધારેનું કૌભાંડ કરનારા ચીટરોમાં દીક્ષિત બાબુ મિયાણી તથા અનશ ઇકબાલ મોતીયાણી અને મહાવીર પ્રસાદ ટાપરિયા, સ્મિત ચંદ્રકેતુ છાટબાર, જનક દીપક છાટબાર, અનશ ઇકબાલ મોતીયાણી તથા અજીમ સન ઓફ અલ્લાખા પેનવાલા જેવા દલાલોએ એક લાખ પગાર લઇને રવિ જેઠુભા અને અશ્વિન જેઠુભાના ઇશારે છેતરપિંડી કરી હોવાની વિગત જાણવા મળી છે.
આ કિસ્સામાં મળતિયાઓએ ભેગા મળી આરએનસી એન્ટરપ્રાઇઝ જેવી સંખ્યાબંધ પેઢીઓ કાગળ પર ઊભી કરી ફ્રોડ જીએસટી નંબર મેળવ્યા હતા. કાપડ બજારમાં અલગ અલગ વેપારીઓ પાસેથી કુલ 3.95 કરોડ અને અન્ય એક ફરિયાદમાં 17 કરોડના ગ્રેની ખરીદી કરવામાં આવી હતી.
આ ગ્રેની ખરીદી કરી વેપારીઓને નવડાવ્યા હતા. આ ઉપરાંત આ માલ અત્યંત નીચા દરે સ્થાનિક બજારમાં વેચી મારવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઇ છે. આ બિલો રવિ જેઠુભા ગોહિલ અને અશ્વિન જેઠુભા ગોહિલ દ્વારા બોગસ બિલ બનાવી બારોબાર રોકડી કરી ગ્લોબલ માર્કેટની પેઢીને તાળાં મારી દઇ ચીટરો પોબારા ભણી ગયા હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર