Home /News /gujarat /અમદાવાદ : વિધર્મી યુવક સાથે લગ્ન કરવાની પરિણીતાને મળી આવી ખતરનાક સજા, પતિએ અન્ય યુવતી સાથે પણ....

અમદાવાદ : વિધર્મી યુવક સાથે લગ્ન કરવાની પરિણીતાને મળી આવી ખતરનાક સજા, પતિએ અન્ય યુવતી સાથે પણ....

વિધર્મી સાથે લગ્ન કરવા યુવતીએ નામ બદલ્યું

Ahmedabad Crime News : યુવતીના પગ તળેથી ત્યારે જમીન ખસી ગઇ જ્યારે તેને જાણવા મળ્યું હતું કે જે અન્ય યુવતી સાથે તેના પતિને સંબંધ છે તેની સાથે તેના બીજા લગ્ન પણ કરી લીધા છે. પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના પતિ સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ લગ્ન બાદ બે બાળકોને જન્મ આપ્યો હતો અને થોડા સમય પછી યુવતી ને જાણવા મળ્યું કે તેના પતિને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ છે. જેના લીધે થઈ યુવતીને તેનો પતિ માર મારતો હતો અને તેના પર ત્રાસ ગુજારતો હતો.

આટલું જ નહીં યુવતીના પગ તળેથી ત્યારે જમીન ખસી ગઇ જ્યારે તેને જાણવા મળ્યું હતું કે જે અન્ય યુવતી સાથે તેના પતિને સંબંધ છે તેની સાથે તેના બીજા લગ્ન પણ કરી લીધા છે. આમ કાયદેસરના છૂટાછેડા આપ્યા વગર તેના પતિએ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. ઉલ્લેખનીય છે કે ફરિયાદી યુવતીએ વિધર્મી યુવક સાથે લગ્ન કરવા માટે થઈ પોતાનું નામ પણ બદલ્યું હતું. જેને લઈને હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.



આ પણ વાંચો : અમદાવાદમાં બબાલ : લુખ્ખાં તત્વોએ શાહઆલમ વિસ્તાર બાનમાં લીધો, બે જૂથો વચ્ચે ઉડી તલવારો

પત્ની પર ખોટી શંકા રાખીને ઢોર માર મારતો હતો પતિ


શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતી તથા તેના બે સંતાન પંદરેક દિવસથી તેની માતા અને ભાઈ સાથે રહે છે. વર્ષ 2016માં જુહાપુરાના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી તેની સાથે નિકાહ કર્યા હતા. લગ્ન બાદ આ યુવતીએ પોતાનું નામ બદલી નાખ્યું હતું અને લગ્ન કર્યા બાદ તેના પતિ તથા સાસુ-સસરા સાથે રહેવા ગઈ હતી. લગ્નજીવનથી યુવતીએ એક દીકરી અને દીકરાને જન્મ આપ્યો હતો. લગ્નના અઢી વર્ષ પછી આ યુવતીનો પતિ ફોન પર વાત કરવાની બાબતોમાં ઝગડા કરતો અને ખોટી શંકાઓ રાખી માર મારતો હતો. યુવતીએ વિધર્મી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેની માતા પણ તેના પિતાથી છુટાછેડા લઈ તેના ભાઈ સાથે રહેતી હતી અને તેના કારણે આ યુવતી પાસે કોઇ સહારો ન હોવાથી તેના પતિનો ત્રાસ પણ સહન કરતી હતી. યુવતી અવારનવાર તેના સાસુ સસરાને આ બાબતે ફરિયાદ કરે તો તું ઘરનું કામ નહીં કરે તો તને છૂટાછેડા આપી દેશે તેમ કહી તે લોકો પણ ત્રાસ આપતા હતા.



આ પણ વાંચો : અમદાવાદ: પત્ની સાથે કઢંગી હાલતમાં પકડાયેલા મિત્રની બે લોકોએ કરી કરપીણ હત્યા

લગ્નેત્તર સંબંધમાં માતા-પિતાએ પણ આપ્યો દીકરાનો સાથ


આ દરમિયાન યુવતીને જાણવા મળ્યું કે તેના પતિને તેની સાથે લગ્નજીવન હોવા છતાં નજીકમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ છે. જે વાત યુવતીએ તેના સાસુ અને સસરાને કહેતા તે લોકોએ તેમના દીકરાનો પક્ષ લીધો હતો અને જો તું અમારા દીકરાને કઈ કહીશ અને તે કાંઈ કરશે તો તેની જવાબદાર તું થઈશ, તેમ કહી તેની વાત ધ્યાને લીધી નહોતી. યુવતીએ લગ્નજીવન સિવાય પ્રેમ સંબંધ નહીં રાખવા તેના પતિને કહેતા તેના પતિએ માર મારી માનસિક ત્રાસ આપ્યો હતો. થોડા દિવસ પહેલા જ યુવતીના પતિએ કોઈ કારણ વિના જ, મારે તને રાખવી નથી, હું બીજા લગ્ન કરી લઈશ તેમ કહી મારઝુડ કરી હતી અને ત્રણ વાર તલાક બોલી કાઢી મૂકી હતી.  આમ યુવતીના પતિએ લગ્નજીવન નિભાવતા હોવા છતાં તેની સાથે કોઈપણ વાત કર્યા વગર કે કાયદેસરના છૂટાછેડા લીધા વગર અન્ય યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા હોવાનું યુવતીને જાણવા મળતા તેણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Bansari Gohel
First published:

Tags: Ahmedabad crime news, Extra Marital Affairs, Latest Ahmedabad Crime news, Relationship

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन