ન્યૂઝ18 ગુજરાતી : ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહે ફરી એકવાર વિપક્ષ પર હુમલો કર્યો છે. તેઓએ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની તુલના ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ સાથે કરી છે. ગિરિરાજ સિંહે કહ્યું કે હું ચૂંટણી પ્રચારમાં બંગાળ ગયો હતો, ત્યાં મમતાએ લોકતંત્રનો છેદ ઉડાડી દીધો છે. તેઓ કિમ જોંગની ભૂમિકામાં છે અને રાવણની જેમ અહંકારી પણ છે.
ત્યાં પંચાયતની ચૂંટણી થઈ તો જીતનારા વ્યક્તિની હત્યા કરવામાં આવી અથવા તો તેને હક નથી મળ્યો. મમતાને 2021માં પદથી હટાવી પડશે. ગિરિરાજે પૂછ્યું કે મમતાના કારનામાઓ પર વિપક્ષની જીભ કેમ બંધ છે. મમત બેનર્જીનો સાથ આપનારા એવા વિપક્ષને ડૂબીને મરી જવું જોઈએ. તેઓએ કહ્યું કે એક્ઝિટ પોલ આવ્યા બાદ વિપક્ષ બેચેન થઈ ગયો છે. 23મેની મતગણતરી બાદ હવે આ લોકો ઈવીએમને ગાળો આપવાનું શરૂ કરશે.
ગિરિરાજે કહ્યું કે સમગ્ર ચૂંટણીમાં પક્ષ હોય કે વિપક્ષ એક જ મુદ્દો રહ્યો નરેન્દ્ર મોદી. એક તરફ જ્યાં નરેન્દ્ર મોદી જે એનડીએના ઉમેદવાર છે અને તેમના નામે ચૂંટણી લડવામાં આવી તો બીજી તરફ વિપક્ષ પણ નરેન્દ્ર મોદીને હટાવવા છે અને નરેન્દ્ર મોદીને જ ગાળો આપી રહ્યા છે. આ મુદ્દે તેઓ ચૂંટણી લડ્યા છે. ગિરિરાજ સિંહે કહ્યું કે, સમગ્ર દેશમાં આ વખતે કોઈ લોકસભા ક્ષેત્રથી કોઈ ઉમેદવાર મુદ્દો નથી. સમગ્ર દેશમાં એક જ ઉમેદવાર હતા નરેન્દ્ર મોદી અને જનતાએ તેમના નામ પર તમામ ઉમેદવારોને વોટ આપ્યા જેનું ઉદાહરણ બેગૂસરાય સીટ પર હું છું.
ગિરિરાજ સિંહે દાવો કર્યો કે મમતા બેનર્જી લોકસભા ચૂંટણી હારશે ઉપરાંત 2021ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પણ ત્યાંની જનતા તેમને સત્તાથી બહારનો રસ્તો બતાવશે. ઉલ્લેખનીય છે કે, બેગૂસરાય સીટથી ગિરિરાજ સિંહનો મુકાબલો લેફ્ટના ઉમેદવાર કન્હૈયા કુમાર સાથે થઈ રહ્યો છે.
રિપોર્ટ- સંતોષ કુમાર
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર