Home /News /gujarat /

ગીર સોમનાથ : હીચકારી ઘટના, સગીરનું અપહરણ કરી આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ગીર સોમનાથ : હીચકારી ઘટના, સગીરનું અપહરણ કરી આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

વેરાવળ ક્રાઈમ સમાચાર

Gir Somnath : વેરાવળ (Veraval) માં મોટર સાયકલ ચોરી કરી સગીર વયના બાળકનું અપહરણ કરી બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું. હાલ તો પોલીસે આરોપી દિલીપ ઉર્ફે દુલીયો વિરુદ્ધ આઇ.પી.સી. કલમ- ૩૬૩, ૩૨૩, ૩૭૭, ૫૦૬(૨) તથા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ -૨૦૧૨ ની કલમ- ૪, ૬ મુજબ નો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વધુ જુઓ ...
    દિનેશ સોલંકી, ગીર સોમનાથ : વડા મથક વેરાવળ શહેરની હીચકરી ઘટના, સગીરનું અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. સગીરને જમવા ની લાલચ આપી વેરાવળ બંદર માં લઈ જઈ કૃત્ય આચર્યું. દિલીપ ઉર્ફે દુલીયો બાબુભાઇ ચૌહાણ નામનો રીઢો આરોપી. પોલીસે ગણતરીના કલાકો મજ આરોપીને ઝડપી પાડ્યો. પોકેટકોપ અને નેત્રમ સીસીટીવી કન્ટ્રોલથી આરોપીને ઝડપી લીધો.

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના, જ્યાં મોટર સાયકલ ચોરી કરી સગીર વયના બાળકનું અપહરણ કરી બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું. તેમજ અગાઉ પ્રોહીબીશન, મો.સા. ચોરી તથા બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરનાર રીઢા ગુનેગારને પોકેટકોપ તથા નેત્રમ સીસીટીવી જેવી આધૂનીક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગણતરીની કલાકોમાં વેરાવળ સીટી પોલીસે ઝડપી પાડ્યો છે.

    વેરાવળ શહેરમાં બનેલી આ હીચકરી ઘટના અંગે ગીર સોમનાથ એ.એસ.પી ઓમપ્રકાશે માહિતી આપતા જણાવ્યું કે, તા.08 ની રાત્રીના એક ૧૩ વર્ષનો સગીર વયનો દીકરો વેરાવળ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ રેંકડીઓ પાસે જમવાનું માંગતો હતો તે વખતે આ કામના આરોપી દિલીપ ઉર્ફે દુલીયો રહે. વેરાવળ વાળો આવી જમવાનું આપવાનું કહી લલચાવી ફોસલાવી આરોપીએ તેની મોટર સાયકલમાં બેસાડી અપહરણ કરી વેરાવળ બંદરમાં લઇ જઇ તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હોય જે ગંભીર બનાવ બાબતે ઉપરોકત ગુનો રજી. કરવામાં આવેલ છે.

    આ ગંભીર ગુન્હા સંદર્ભે વેરાવળ પોલીસમાં ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા બાદ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડ દ્વારા પોકેટકોપ અને નેત્રમ સીસીટીવી કંટ્રોલની મદદ મેળવી ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો. અને આરોપી ની પ્રાથમિક તપાસમાં તે એક રીઢો ગુન્હેગાર હોય અને અગાઉ પોસ્કો ના ગુન્હા માં ઝડપાયેલ જેની કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે. આ ઉપરાંત વેરાવળ શહેરમાં વાહન ચોરીના 4 ગુન્હા અને જૂનાગઢમાં 1 ગુન્હાનો આરોપી છે. આ ઉપરાંત દારૂ સહિતના ગંભીર ગુન્હાઓ પણ તેમના વિરૂદ્ધ દાખલ છે. તેમજ હાલ ના ગુન્હા માં પણ ચોરી નું મોટર સાયકલ હોવાનું સામે આવ્યું છે.

    આ પણ વાંચોઅમદાવાદ : જુહાપુરામાં ગુનેગારો બેફામ, પોલીસની હાજરીમાં જ મહિલા પર છરીથી હુમલો કરવા પહોંચ્યો, જુઓ CCTV

    આમ અનેક ગંભીર ગુન્હાના આરોપીએ સગીર બાળક પર પણ અધમ કૃત્ય આચર્યું છે. જોકે હાલ તો પોલીસે આરોપી દિલીપ ઉર્ફે દુલીયો વિરુદ્ધ આઇ.પી.સી. કલમ- ૩૬૩, ૩૨૩, ૩૭૭, ૫૦૬(૨) તથા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ -૨૦૧૨ ની કલમ- ૪, ૬ મુજબ નો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Gir Somnath Crime, Gir Somnath news, Gir Somnath Samachar, ગીર સોમનાથ, વેરાવળ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन