Home /News /gujarat /

જ્યારે એક વ્યક્તિના પાછળ પડી નાની ખિસકોલી, 'જીવ બચાવવા' બોલાવી પોલીસ

જ્યારે એક વ્યક્તિના પાછળ પડી નાની ખિસકોલી, 'જીવ બચાવવા' બોલાવી પોલીસ

ખિસકોલી થાકના કારણે સૂઈ ગઈ

એક તંદુરસ્ત માણસને ડરાવવાનું કારણ બનેલી ખિસકોલી થાકીને સૂઈ ગઈ.

    હંમેશા આપણે ખિસકોલીને જોઈ તેની પાછળ ભાગીએ છીએ, પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે ખિસકોલીએ કોઈનો પીછો કર્યો હોય અને તેનાથી બચવા માટે પોલીસ બોલાવવી પડે. નહીં! ને પરંતુ જર્મનીમાં એક વ્યક્તિએ કઈ આવું જ કર્યું.

    પ્રાપ્ત માહિતી અનુસાર, જર્મનીના કાર્લસ્ત્રૂમાં રહેતા એક વ્યક્તિએ પોલીસને ઈમરજન્સી નંબર કોલ કરી સૂચના આપી કે, એક ખિસકોલી તેનો પીછો કરી રહી છે. ખિસકોલીથી બચવા માટે પોલીસની મદદ જોઈએ છે.

    આ ઘટના ગુરૂવારની છે. કંટ્રોલ રૂમમાંથી એક પોલીસકર્મીને વનવિભાગના અધિકારીઓ સાથે તે વ્યક્તિની મદદ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસને એક ખિસકોલી પકડવા માટે વધારે મહેનત ન કરવી પડી. કારણ કે, વધારે ભાગી-ભાગીને આ ખિસકોલીનું બચ્ચુ થાકના કારણે સૂઈ ગયું હતું.



    કર્મી ખિસકોલીને પોતાની સાથે લઈ આવ્યા. અહીં ખિસકોલીને કાર્લ-પ્રેડરિક નામ આપવામાં આવ્યું છે. બાદમાં પોલીસે આ ઘટનાને લઈ મજાકમાં કહ્યું કે, એક તંદુરસ્ત માણસને ડરાવવાનું કારણ બનેલી ખિસકોલી થાકીને સૂઈ ગઈ છે. હાલમાં ખિસકોલીને એનિમલ સેન્ટર મોકલી દેવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Baby swuirrel, Being, Called police, Chased, German man

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन