Home /News /gujarat /Love Affair : છોકરીને થયો છોકરી સાથે જ પ્રેમ! ઈમોશનલ પત્ર લખીને કહ્યું- અમે દૂર જઈને...

Love Affair : છોકરીને થયો છોકરી સાથે જ પ્રેમ! ઈમોશનલ પત્ર લખીને કહ્યું- અમે દૂર જઈને...

સમલૈંગિક સંબંધ

Love Affair : મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં એક છોકરીને પોતાની હમઉમ્ર છોકરી સાથે પ્રેમ થઈ જતાં બંને ઘરેથી ભાગી છૂટી હતી. પરિજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પરંતુ છોકરીએ પોતાના પત્રમાં પોતાને ન શોધવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને આત્મહત્યા કરવાનો ઉલ્લેખ કર્યો છે.

વધુ જુઓ ...
બડવાની: મધ્ય પ્રદેશના બડવાની (Badwani) જિલ્લાના રાજપુર પોલીસ સ્ટેશન (Rajpur Police Station) વિસ્તારમાં સમલૈંગિક સંબંધ (Homosexual relationship)ના કારણે યુવતી પોતાના ઘરેથી ભાગી છૂટી હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવતી બે પેજનો પત્ર (Letter) લખીને ઘરેથી ભાગી છૂટી છે. પોલીસે (Police) પરિજનોના નિવેદન પછી ગૂમ થવાનો કેસ નોંધી લીધો છે. પોલીસ પત્રમાં હેન્ડરાઇટિંગ (Handwriting)ની તપાસ કરાવી રહી છે. યુવતીએ મનાવર પાસે સ્થિત ગામમાં રહેનારી યુવતી સાથે પ્રેમ (Love)માં હોવાની અને તેના સાથે લગ્ન (Marriage) કરવાની વાત લખી છે. યુવતીએ પત્રમાં લખ્યું છે કે, અમે બંને અલગ થવાનું વિચારી પણ શકતા નથી, તેથી અમને શોધવાની કોશિશ કરતા નહીં.

પોલીસ પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર બડવાની જિલ્લામાં રહેનાર 22 વર્ષિય યુવતી 13 જૂને ઘરથી ગૂમ થઈ ગઈ હતી. યુવતીએ પત્રમાં લખ્યું છે કે, 6 મહિના પહેલા મનાવર પાસે ગામમાં સંબંધીના લગ્નમાં તેની એક યુવતી સાથે દોસ્તી થઈ હતી. તે યુવતીની ઉંમર પણ તેના જેટલી જ હતી. તે પછી સોશિયલ મીડિયા ઉપર તેમની વાતચીત થવા લાગી અને દોસ્તી થોડા જ સમયમાં પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ. પરિજનોએ તેમની ચેટ વાંચીને બંનેને વાત કરવાથી પણ રોકી દીધી હતી. હવે યુવતીના નિવેદન પછી જ સમલૈંગિક લગ્નની સ્થિતિ સ્પષ્ટ થશે. હાલમાં તો પોલીસ પત્રની હેંડરાઈટિંગની તપાસ કરાવી રહી છે.

યુવતીએ પત્રમાં લખ્યું છે કે- "મને એક દૂરની સંબંધી છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. અમે એકબીજા વગર રહી શકીએ તેમ નથી, તેથી અમે બંનેએ વિચાર્યું છે કે, ક્યાંક દૂર જઈને મરી જઈશું. અમને ખબર છે કે આ ખુબ જ ખોટું છે, પરંતુ અમારા બંને પાસે કોઈ જ રસ્તો બચ્યો નથી. એક લગ્નમાં અમારા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. દોસ્તી ક્યારે પ્રેમમાં ફેરવાઈ ગઈ ખબર જ ના પડી. અમે બંને એકબીજા વગર જીવવાનું વિચારી પણ શકતા નથી. માર્ચમાં હું પ્રેમિકાને મળવા ગઈ હતી, ત્યારે અમે બંનેએ ઘરમાં સાત વચન લીધા હતા. હવે સાથે જીવી તો શકતા નથી પરંતુ સાથે મરી તો શકીએ છીએ. જરૂરી નથી કે છોકરીના લગ્ન છોકરા સાથે જ થાય? એવું અમે બંને માનતી નથી. લગ્ન તો ત્યારે જ થાય જ્યારે પ્રેમ થાય. "

આ પણ વાંચોCrime News : 20 વર્ષની ઉંમરમાં કર્યા 3 Murder, ખૂંખાર ગુનેગારની રૂવાંટા ઉભા કરી દે તેવી કહાની

યુવતીએ પત્રમાં આગળ લખ્યું છે- "જ્યારે કોઈ સાથે સાચો પ્રેમ થઈ જાય છે તો તે દેખવામાં આવતું નથી કે તે છોકરો છે કે છોકરી. કદાચ પરિવાર અને જ્ઞાતિના લોકો અમારી લાગણી સમજી શકે. અમને ખબર છે કોઈ સમજી શકશે નહીં. મારી પ્રેમિકાના ઘરવાળાઓએ અમારી બંનેની ચેટિંગ વાંચી લીધી હતી. અમારી વાતચીત બંધ કરાવી દીધી હતી. અમારી વાત બંધ કરાવી દીધી તો અમે અનુભવ્યું કે હવે મરી જવું જ ઠિક રહેશે. મેં દોસ્ત સિવાય અન્ય કોઈ પણ અંગે ક્યારેય વિચાર્યું નથી. મને માફ કરી દેજો કે હું આટલો મોટો પગલો ભરવા જઈ રહી છું. ભાઈ.. મમ્મી-પપ્પાનો ખ્યાલ રાખજે. અમે બંનેને શોધવાની કોશિ કરતા નહીં અમે ખુબ જ દૂર જઈને મરીશું. "
First published:

Tags: Gay Lesbian, Madhya pradesh, Madhya pradesh news