Home /News /gujarat /બનાસકાંઠામાં લગ્નમાં ગેસનો બાટલો ફાટ્યો અને ભયંકર ઘટના બની, લોકોએ દોડાદોડ કરી મૂકી

બનાસકાંઠામાં લગ્નમાં ગેસનો બાટલો ફાટ્યો અને ભયંકર ઘટના બની, લોકોએ દોડાદોડ કરી મૂકી

બનાસકાંઠામાં લગ્નની રસોઈ બનતી હતી અને ધડાકો થયો

Banaskantha Marriage: બનાસકાંઠામાં લગ્નની રસોઈ બનાવવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું ત્યાં જ મોટો ધડાકો થતા દોડાદોડ મચી ગઈ હતી. રસોઈ બનાવતી વખતે ગેસનો સિલિન્ડર ફાટતો એકનું મોત થઈ ગયું છે. આ ઘટનામાં 5 લોકો ઘાયલ છે જેમાંથી એકની હાલત ગંભીર છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

વધુ જુઓ ...
બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં લગ્નની રસોઈ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી કે ત્યાં મોટો ધડાકો થતા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. લગ્નમાં હાજર લોકોએ દોડાદોડ કરી મૂકી હતી. જે સ્થળ પર બાટલો ફાટ્યો ત્યાં જઈને જોયું તો લોકો જમીન પર કણસી રહ્યા હતા. આ ઘટનામાં એકનું મોત થઈ ગયું છે અને 5 લોકો ઘાયલ થઈ ગયા છે. ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ધાનેરા તાલુકાના દેઠા ગામમાં લગ્નના પ્રસંગમાં ગેસનો બાટલો ફાટવાની ઘટના બની છે. ગામમાં હજીવનભાઈ હમીરભાઈ દેસાઈના ઘરે દીકરાના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન મહત્વની રસોઈની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. રસોઈ બનાવવાની કામગીરીની શરુઆત કરવામાં આવી રહી હતી ત્યાં જ ગેસનો ફાટ્યો હતો. આ ઘટનામાં રસોઈ બનાવતા કાનારામ પ્રજાપતિનું મોત થઈ ગયું છે.

લગ્નમાં ગેસનો બાટલો ફાટ્યો


લગ્ન પ્રસંગમાં બનેલી દુર્ઘટનામાં 5 લોકો ઘાયલ થઈ ગયા છે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલ થયેલાને ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં એક યુવતીની હાલત ગંભીર છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરુ કરી છે.


આ ઘટના અંગે જણાવતા ડૉક્ટરે કહ્યું કે, લગ્નમાં રસોઈ બનાવતી વખતે ગેસનો બાટલો ફાટવાની ઘટનામાં એકનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. જ્યારે એક મહિલા દર્દીની હાલત ગંભીર છે. હાલ ત્રણ લોકો સારવાર હેઠળ છે જ્યારે અન્ય બેને સામાન્ય ઈજાઓ થઈ છે. આમ આ ઘટનામાં એકનું મોત થયું છે અને 5 લોકો ઘાયલ થયા હતા.


દેઠા ગામમાં લગ્ન પ્રસંગે રસોઈ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યાં અચાનક ધડાકાનો અવાજ થતા લોકો ગભરાઈ ગયા હતા. ધડાકો જ્યાં થયો હતો ત્યાં લોકો મદદ માટે દોડી ગયા તો જોયું કે લોકો જમીન પર તડફડીયા મારી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. ઘાયલોને લોકોએ તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. લગ્નના ખુશીના પ્રસંગમાં આ પ્રકારની ઘટના બનતા પરિવાર તથા મહેમાનોને ભારે આંચકો લાગ્યો છે. પોલીસ હવે આ કેસમાં કોની બેદરકારીથી આ દુર્ઘટના સર્જાઈ છે તે અંગે વધુ તપાસ કરશે.
First published:

Tags: Banaskanatha, Banaskantha News, Gujarati news