Home /News /gujarat /ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના CCTV માં થઇ કેદ, આ વીડિયો જોઇ ધ્રુજારી છૂટી જશે

ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના CCTV માં થઇ કેદ, આ વીડિયો જોઇ ધ્રુજારી છૂટી જશે

સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્રણેય વ્યક્તિ ગંભીર દાઝી ગયા હતા.

Gas cylinder Blast: સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે બ્લાસ્ટ થતા જ સમગ્ર ચાલીમાં દોડધામ બચી જવા પામી હતી. જોકે 90% થી વધુ દાઝી ગયેલા આ તમામ દર્દીઓને મુંબઈ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

    ભરતસિંહ વાઢેર, સેલવાસ: સંઘપ્રદેશ દાદારા નગર હવેલીના મસાટ વિસ્તારમાં સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના બની હતી. મસાટ વિસ્તારમાં આવેલ રામનાથની ચાલીમાં રહેતા એક પરિવારના ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. આજે વહેલી સવારે ચા બનાવવા માટે ગેસ સિલિન્ડર ચાલુ કરતા જ ગેસ સિલિન્ડર ધડાકા સાથે ફાટ્યું હતું અને  મોટો બ્લાસ્ટ થયો હતો.

    પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે સિલિન્ડરની ગેસની નળીમાં લીકેજ હોવાના કારણે આ ઘટના બની છે. ઘટનામાં 3 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. જે તમામ ત્રણ લોકોને તાત્કાલિક દાદારા નગર હવેલીની વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સિલિન્ડર બ્લાસ્ટની ઘટના ચાલમાં લગાવવામાં આવેલા સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી.



    સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે બ્લાસ્ટ થતા જ સમગ્ર ચાલીમાં દોડધામ બચી જવા પામી હતી. જોકે 90% થી વધુ દાઝી ગયેલા આ તમામ દર્દીઓને મુંબઈ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રામનાથભાઈની ચાલીમાં રહેતા ભાડૂતી કમલ નારાયણ, પીન્દુ, શ્રીરામ નામના વ્યક્તિ સવારે રસોઈ બનાવી રહ્યા હતા. ગેસ સિલિન્ડરનો પાઈપ ફાટેલો હોવાનું ધ્યાનમાં ન રહેતા ગેસ લીક થયો હતો અને અચાનક જ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.

    આ પણ વાંચો: અમદાવાદમાં લગ્ન પહેલા જ ભાવિ પતિએ યુવતીને બનાવી દીધી ગર્ભવતી

    સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્રણેય વ્યક્તિ ગંભીર દાઝી ગયા હતા. ઘટનાની જાણ મસાટ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્રણેય વ્યક્તિને સારવાર માટે સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે મુંબઈ રીફર કરવામાં આવ્યા હતા. બ્લાસ્ટ બાદ સમગ્ર ચાલીમાં દોડધામ મચી ગઈ તે લોકો પોતાનો જીવ બચાવવા દોડતા સીસીટીવી ફૂટેજમાં નજરે પડ્યા હતા.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cylinder Blast, ગુજરાત, મુંબઇ, સેલવાસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો