Home /News /gujarat /શેરી ગરબા જીવંત રાખવા મારી દીકરી મારી આંખ સામે અભિયાન

શેરી ગરબા જીવંત રાખવા મારી દીકરી મારી આંખ સામે અભિયાન

ગોધરાઃ આધુનિકતાની સાથે વિસરાતા જતાં શેરી ગરબાની પરંપરાની જાળવણી અંગે જાગૃતિ આવે તે માટે ગોધરા ખાતે શેરી ગરબા સંવર્ધન સમિતિ દ્વારા મારી દીકરી મારી આંખ સામે વિચારને લઈને અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ગોધરાઃ આધુનિકતાની સાથે વિસરાતા જતાં શેરી ગરબાની પરંપરાની જાળવણી અંગે જાગૃતિ આવે તે માટે ગોધરા ખાતે શેરી ગરબા સંવર્ધન સમિતિ દ્વારા મારી દીકરી મારી આંખ સામે વિચારને લઈને અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

  • Web18
  • Last Updated :
ગોધરાઃ આધુનિકતાની સાથે વિસરાતા જતાં શેરી ગરબાની પરંપરાની જાળવણી અંગે જાગૃતિ આવે તે માટે ગોધરા ખાતે શેરી ગરબા સંવર્ધન સમિતિ દ્વારા મારી દીકરી મારી આંખ સામે વિચારને લઈને અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

dikri1

નવી પેઢીમાં સંસ્કારની સમજ વધે તેમજ સંસ્કૃતિની ઓળખ સમા શેરી ગરબાનું મહત્વ જળવાય તે માટે શરુ કરવામાં આવેલા આ અભિયાનમાં શહેરના વિવિધ વિસ્તારોના આયોજકો સાથે બેઠકો યોજી ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી રહી છે.

મોડી રાત સુધી પોતાના સંતાનો ગરબામાં રહેતા હોવાથી માવતરને ઉજાગરા સાથે ચિંતા રહેતી  હોય છે. ઉપરાંત ગલી મહોલ્લા સુમશાન બનતા હોવાથી ચોરીનો પણ ભય રહેતો હોય છે. ત્યારે સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી સાથે આવી વિવિધ સમસ્યામાંથી હાશકારો રહેતો હોઈ વધુને વધુ લોકો આ વિચારને સમર્થન આપી શેરી ગરબાના આયોજનમાં જોડાઈ રહ્યા હોવાનું સંવર્ધન સમિતિ દ્વારા જણાવાઈ રહ્યું છે.
First published:

Tags: ગરબા, ગુજરાત, જાગૃતિ, દિકરી, નવરાત્રિ, નાગરિક

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन