ગેંગસ્ટરે પંજાબી સિંગરને મારી ગોળી, જીવ બચી ગયો તો FB પર આપી ધમકી

 • Share this:
  પંજાબના મશહુર સિંગર અને એક્ટર પરમિશ વર્મા પર શુક્રવારે જાનલેવા હુમલો થયો છે. જાણકારી અનુસાર મોહાલીના સેક્ટર 91માં કાર સવાર બદમાશોએ તેમની કારને નિશાન બનાવી હતી અને અનેક વખત ગોળીઓ ચલાવી હતી. જો કે, પરમીશ આ હુમલામાં બાલ-બાલ બચી ગયો. જયારે આ હમલા થયો ત્યારે પરમીશની સાથે કારમાં તેમનો મિત્ર પણ હાજર હતો. બન્નેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કેસ દાખલ કરીને મામલાની તપાસ શરૂ કરી છે.

  માહિતીના આધારે, દિલપ્રીત સિંહ નામના ગૈંગસ્ટરે આ હુમલાની જવાબદારી લીધી છે આ હુમલામાં બચી જવા પણ દિલપ્રીતે સિંગર પરમીશ વર્માને ફેસબુક પર પણ જાન લેવા ધમકી આપી હતી.

  સિંગર પર થયેલા હુમલા બાદ દિલપ્રીત સિંહે ફેસબુક એકાઉન્ટ પર રીવોલ્વર સાથે એક ફોટો શેર કર્યો છે. સિંગર પર હુમલાની જવાબદારી લેતા ગૈંગસ્ટરે પરમીશને ધમકી આપી- "આ વખતે તોબચી ગયો, પરંતુ આવનાર સમયમાં નહી બચી શકે "

  દિલપ્રીતની પોસ્ટમાં એ જાણવા મળ્યુ નથી કે તેને સિંગર પર હુમલો શા માટે કર્યો છે ? તેની સિંગર સાથે શું દુશ્મની હતી ? હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આપને જણાવી દઇએ કે આરોપી ગેંગસ્ટર દિલપ્રીત આ પહેલા મોહાલીના સેક્ટર 38 પર સતનામ નામની વ્યક્તિ પર પણ હુમલો કરી ચુક્યો છે. આ મામલાને લઇને તેના પર કેસ પણ નોંધાયો છે.
  Published by:Bhoomi Koyani
  First published: