ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel) નવા મંત્રીમંડળની (Gujarat cabinet reshuffle) શપથવિધિ (Oath ceremony)16મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. ગાંધીનગરના રાજભવનમાં (Gandhinagar Rajbhavan) 16 સપ્ટેમ્બરે મંત્રીમંડળના નવા મંત્રીઓની શપથવિધિ યોજવામાં આવશે. ધારાસભ્યોને આવતીકાલ સાંજ સુધી ગાંધીનગર પહોંચવા સૂચના આપવામાં આવશે. જે માટે આવતીકાલ રાતથી મંત્રીઓને કોલ કરીને જણાવવવામાં આવશે.
ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે જવાબદારી
ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચનાની જવાબદારી ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે. આ માટે ભુપેન્દ્ર યાદવ સોમવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ અંગેની બેઠક મોડીરાત્રે એનેક્ષી ખાતે યોજાઇ હતી. જેમાં અમિત શાહ અને બી.એલ. સંતોષ પણ હાજર રહ્યા હતા. બેઠક પૂર્ણ કરી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્લી જવા રવાના થયા હતા. નોંધનીય છે કે, મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીઓની ટીમમાં કોણ કોણ હશે તે અંગે હાલ સોશિયલ મીડિયામાં અને લોકો વચ્ચે આ હોટ ટોપિક બન્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવા મંત્રીમંડળમાં યુવાઓને તક આપવામાં આવી છે. એટલુ જ નહીં, 60 ટકા નવા ચહેરાઓનો પણ સમાવેશ થઇ શકે છે. એક કે બે દિવસમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓની શપથવિધિ યોજાય તેવા પણ સમાચારો મળી રહ્યા છે. હાલના 22 મંત્રી પૈકી 13 જેટલા મંત્રીઓનું પત્તુ કપાવવાની શક્યતાઓ છે. જ્યારે મંત્રીમંડળમાં નવા 15 નામનો ઉમેરો પણ થઈ જશે તેવું પણ આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.
નેતાઓના સંભવિત નામ માટે નીચેનો વીડિયો જુઓ
" isDesktop="true" id="1132672" >
મહિલા મંત્રીઓમાં પણ થઇ શકે છે વધારો
આ ઉપરાંત મળતી માહિતી પ્રમાણે, ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 20થી વધુ મંત્રીઓને સામેલ કરી નવુ પ્રધાનમંડળ રચવામાં આવશે. આ સાથે આ મંત્રી મંડળમાં મહિલા ચહેરાઓ પણ વધારે દેખાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને તમામ જ્ઞાાતિ-સમાજને રાજકીય પ્રતિનિધીત્વ મળે તે આધારે મંત્રીમંડળ રચાશે. વિજય રૂપાણી સરકારમાં નબળી કામગીરી કરનારા કેટલાક સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે. કેટલાંક મંત્રીઓ અમુક વિવાદોમાં સપડાયાં છે જેના કારણે પક્ષ-સરકારની પ્રતિષ્ઠા ખરડાઇ છે જેના કારણે તેમનુ પત્તુ કપાઇ શકે છે.