Home /News /gujarat /Cyclone Jawad Alert: આજ સાંજથી 'જવાદ વાવાઝોડું' મચાવી શકે છે કહેર! ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Jawad Alert: આજ સાંજથી 'જવાદ વાવાઝોડું' મચાવી શકે છે કહેર! ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
cyclone Jawad Effect: આગામી થોડા કલાકોમાં વાવાઝોડુ જવાદ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનશે. જેની અસર ગુજરાત પર પણ થઇ શકે છે. જાણો જવાદ વાવાઝોડું live latest update
cyclone Jawad Effect: આગામી થોડા કલાકોમાં વાવાઝોડુ જવાદ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનશે. જેની અસર ગુજરાત પર પણ થઇ શકે છે. જાણો જવાદ વાવાઝોડું live latest update
નવી દિલ્હી: ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાના ( Cyclone Jawad in Odhisha ) વિસ્તારોમાં જવાદ વાવાઝોડું (Cyclone Jawad Alert ) કહેર વરસાવી શકે છે. આંદામાન સમુદ્ર અને તેને અડીને આવેલા બંગાળની ખાડી પર ઓછા દબાણના વિસ્તારની રચનાને કારણે તે આગામી થોડા કલાકોમાં ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનશે. જેની અસર ગુજરાત પર ( Cyclone Jawad in Gujarat) પણ થઇ શકે છે. હવામાન વિભાગના મતે (Cyclone Jawad IMD) આ વાવાઝોડું, બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને ત્યારપછી આ હવામાન પ્રણાલી માટે શરૂઆતના થોડા કલાકો સુધી આ મોસમના પ્રથમ ચક્રવાતમાં તીવ્ર બને તેવી સંભાવના છે.
લેન્ડફોલ પહેલા ગંભીર વાવાઝોડાની શક્યતા
હવામાન વિભાગે કહ્યું છે કે, થાઈલેન્ડ અને તેની આસપાસના વિસ્તારમાં બુધવારે હવાનું દબાણ બનશે. આગામી 12 કલાકમાં અંદમાન સાગર સુધી આ વાવાઝોડું પહોંચી શકે છે. આ સાથે જ તે 2 ડિસેમ્બરે દક્ષિણ- પૂર્વ અને મધ્ય ખાડીમાં પહોંચશે. આ પછી તે 4 ડિસેમ્બરના રોજ સવારના સમયે ઉત્તરી આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કિનારા સાથે અથડાય કેવી પણ શક્યતા છે. અહીં અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. લેન્ડફોલ સ્ટેજ પર પહોંચતા પહેલા જવાદ તોફાન ગંભીર ચક્રવાતી તોફાન બની શકે છે. જેના કારણે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના તટીય વિસ્તારોમાં વાવાઝોડાના કહેરથી વિનાશનો ભય છે.
હકીકતમાં, અગાઉ સાઉદી અરેબિયાએ પ્રસ્તાવ મૂક્યો હતો કે આ તોફાનને 'જવાદ' નામ આપવામાં આવશે. દરિયાઈ સફર દરમિયાન ચક્રવાત કેન્દ્ર 'રિજ' લાઇનની નજીક પહોંચશે.
2 ડિસેમ્બર ગુજરાત માટે ભારે
ગુજરાત માટે આજનો દિવસ એટલે, 2 ડિસેમ્બર ભારે છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આંધ્ર અને ઓડિશાના જવાદ વાવાઝોડાને પગલે ગુજરાતમાં 2 ડિસેમ્બરે વરસાદ પડી શકે છે. બીજી ડિસેમ્બરેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં છુટોછવાયું માવઠું વરસ્યું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા છેલ્લા 3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ, નવસારી, પારડી, ખેરગામ, ઉમેરગામ, મહુવા અને પલસાણામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે.
" isDesktop="true" id="1156864" >
તો ડાંગ, સુરત, તાપી, નર્મદા,ભરૂચ, છોટાઉદ્દેપુર, ઉના અને ખાંભામાં 1 ઈંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો છે.