Home /News /gujarat /શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા 5 હજારની આર્થિક સહાય અપાશે : પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા 5 હજારની આર્થિક સહાય અપાશે : પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા

પ્રવાસન અને યાત્રા ધામોના વિકાસની નેમ સાથે ‘સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસન સર્કિટ વિકસાવાશે - પ્રવાસન મંત્રી  પૂર્ણેશ મોદી

ગુજરાતના (Gujarat)આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજો એવા, આદિવાસી સમાજના પ્રજાજનોને શ્રી રામ જન્મભૂમિ (Shri Ram Janmabhoomi)અયોધ્યાની (Ayodhya)યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય આપવામા આવશે, તેવી 'શબરી ધામ' (Shabri Dham)ખાતેથી જાહેરાત રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદી (Purnesh Modi)કરી હતી. પૂર્ણેશ મોદીએ કૈલાશ માનસરોવર યાત્રા, સિંધુ દર્શન યાત્રા સહિત શ્રવણ તીર્થ યાત્રા જેવી યોજનાઓમાં અપાતી આર્થિક સહાયનો ખ્યાલ આપ્યો હતો.

દંડકારણયની પાવન ભૂમિ ઉપર વિજયા દશમીની ઉજવણીની સાથે હવેથી પ્રતિવર્ષ પ્રભુ શ્રી રામ સાથે જોડાયેલા ગુજરાતના તીર્થ સ્થાનો ઉપર 'દશેરા મહોત્સવ' નુ આયોજન કરવાની નેમ વ્યક્ત કરતા મંત્રીએ, ભારત વર્ષની ઉચ્ચત્તમ શાસ્ત્રોક્ત પદ્ધતિ, અને યુગ યુગાન્તરની ગણના પદ્ધતિનો ખ્યાલ આપી, પ્રભુ શ્રી રામ, રામાયણ, અને રામસેતુને કાલ્પનિક કહેનારા લોકોને વૈજ્ઞાનિક પ્રમાણો મળી ચૂક્યા છે તેમ જણાવ્યું હતું. નવ નવ દિવસની શક્તિ આરાધનાની માં જગદંબાના ધામ શક્તિપીઠ અંબાજીથી પ્રારંભાયેલી યાત્રાનુ સમાપન 'શબરી ધામ' ખાતે થઈ રહ્યુ છે, તેમ જણાવતા પ્રવાસન મંત્રીએ 'સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ થયો છે તેમ ઉમેર્યું હતુ.

શબરી ધામ ખાતે મહાઆરતી અને રાવણ દહનના કાર્યક્રમમા ભાગ લેતા મંત્રીએ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમા દશેરા મહોત્સવની ઉજવણી અધર્મ પર ધર્મના વિજયના નારાને બુલંદ કરવા સાથે, પવિત્ર સ્થાનોની ગરિમા વધારીને, સાંસ્કૃતિક તથા ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરશે તેમ જણાવ્યું હતુ.

આ પણ વાંચો - PM મોદીએ સુરત ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજની હોસ્ટેલનું કર્યું ભૂમિપૂજન કહ્યુ-'તમને બધાને દૂરથી મળ્યાનો આનંદ છે '

શબરી ધામનુ માહાત્મ્ય વર્ણવતા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે પ્રવાસન પ્રવૃતિના વિકાસ સાથે સ્થાનિક રોજગારીનુ પણ વિપુલ માત્રામાં સર્જન કરવામા આવી રહ્યુ છે તેમ જણાવી ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમા શ્રેણીબદ્ધ વિકાસ કામો હાથ ધરીને પ્રજાજનોના સર્વગ્રાહી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

ડાંગ જિલ્લાના પ્રજાજનો સુખી અને સમૃદ્ધ બને તેવા સુભાશિષ આપતા વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે અયોધ્યામા રામ મંદિરનુ નિર્માણ, જમ્મુ કાશ્મીરની 370ની કલમ નાબુદી સહિતના સાહસિક પગલાઓની જાણકારી આપી હતી. બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનને પુનઃ શરૂ કરી આ વિસ્તારના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસરત છે તેમ જણાવ્યું હતું.

ઉપરાંત ડિજિટલ યુગમા જ્યારે આમ નાગરીકોનુ જીવન ધોરણ બદલાઈ રહ્યુ છે, ત્યારે જુદી જુદી સરકારી સેવાઓ પણ, જનતાને ઘરબેઠા જ ઉપલબ્ધ કરાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન અનુસાર, ગુજરાતના માર્ગ-મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમના વિભાગની સેવાઓને વધુ સુગમ બનાવી છે.

‘પૂર્ણેશ મોદી એપ’ અને ‘વેબસાઇટ’ના માધ્યમથી પૂર્ણશ મોદીના જુદા જુદા વિભાગોની સેવાઓ ઉપલબ્ધ કરાવતા, સોશ્યલ મીડિયાના આ પ્લેટફોર્મ ઉપરથી, પ્રજાજનોને ઘરબેઠા એક જ ક્લિક કરવાથી જુદી જુદી સેવાઓ પ્રાપ્ત થશે, જેનાથી જરૂરિયાતમંદ પ્રજાજનોના સમય અને ઈંધણની બચત સાથે, સેવાઓ મેળવવુ વધુ સુગમ બનશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Purnesh Modi, Shabri Dham, અયોધ્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन