Home /News /gujarat /

ગાંધીનગરના આ ગામે સરકારી યોજનાને બદલે સ્વભંડોળથી કરી ગામની કાયા પલટ, આવી છે આધુનિક સુવિધાઓ

ગાંધીનગરના આ ગામે સરકારી યોજનાને બદલે સ્વભંડોળથી કરી ગામની કાયા પલટ, આવી છે આધુનિક સુવિધાઓ

ગાંધીનગરનું (Gandhinagar)ઝાક ગામ (Zak village)છે. જ્યાં પ્રવેશતા જ વિકાસના પથ પર જાણે કે ગામ દોડતું હોય એવો અનુભવ થાય છે

Gujarat News - આ ગામનો વિકાસ શહેરોને પણ ટક્કર મારે તેવો છે

ગાંધીનગર : ગામડાની (Village)વાત આવે એટલે આપણા મનમાં કાચા રસ્તા, દેશી ઘર સામે તરી આવે છે. જોકે હવે ઘણા ગામોમાં વિકાસ થયો છે. આજે અમે આપને એક એવા ગામ વિશે બતાવી રહ્યા છીએ જેનો વિકાસ શહેરોને પણ ટક્કર મારે તેવો છે. આ ગામ એટલે ગાંધીનગરનું (Gandhinagar)ઝાક ગામ (Zak village)છે. જ્યાં પ્રવેશતા જ વિકાસના પથ પર જાણે કે ગામ દોડતું હોય એવો અનુભવ થાય છે. આ ગામના લોકો અને સરપંચે (Sarpanch)સરકારી સહાય પર નિર્ભર રહેવાને બદલે સ્વભંડોળથી ગામની પરિસ્થિતિ બદલાવી નાખી છે. આ ગામના રસ્તા જોશો તો તમે અમદાવાદ (Ahmedabad)ભૂલી જશો.

તમને સવાલ થતો હશે કે એવું તો શું છે આ ગામમાં. સામાન્ય ગામની જેમ આ ગામમાં બસ સ્ટેન્ડ છે, મંદિર છે, ભાગોળ છે, શાળા છે તો પછી આ ગામની નવીનતા શું છે. આ ગામનો એવો વિકાસ થયો છે જે કદાચ કોઈએ સપનામાં પણ નહીં વિચાર કર્યો હોય. ગામમાં પ્રવેશ કરતાં જ તમને એક સરકારી શાળા જોવા મળશે. આ શાળાનું વિશાળ પ્રાંગણ અને તેની ઇમારત જ ગામના વિકાસની વ્યાખ્યા દર્શાવે છે. આ તમામ માટે શ્રેય જાય છે ગામના સરપંચ સુહાગ પંચાલને. સરપંચ સુહાગ પંચાલના જણાવ્યા પ્રમાણે ગામ લોકો દ્વારા જે સ્વભંડોળ રાખવામાં આવ્યું છે તે જ ભંડોળથી ગામનો વિકાસ કરવામાં આવ્યો છે. સૌથી પહેલાં ગામમાં આવેલી પ્રાથમિક શાળાને નવી બનાવવી જરૂરી હતી જે માટે શાળા બનાવી.

આ પણ વાંચો - આ ગુજરાતી પરિવારે છપાવી અનોખી કંકોત્રી, તમે પણ કરશો તેની પ્રશંસા

સરકારી શાળા સરકારી સહાયથી નહીં પરંતુ સ્વભંડોળથી બનાવેલી શાળા છે. ગામમાં તમને દરેક જગ્યાએ સ્પીકર જોવા મળશે. આ સ્પીકર પર ગામમાં સવાર અને સાંજ થતી આરતી સંભળાય છે. રોજ સવારે આખું ગામ પ્રભાતિયા સાંભળે અને સાંજે આરતી તથા ગીત-સંગીત સાભંળે. એટલું જ નહીં 40 જાહેર સ્થળો પર સ્પીકર અને 12 સ્થળોએ CCTV કેમેરા પણ લગાવ્યા છે.

શાળાનું વિશાળ પ્રાંગણ અને તેની ઇમારત જ ગામના વિકાસની વ્યાખ્યા દર્શાવે છે


ગામની અન્ય વિશેષતાઓ

- મોટાભાગના રસ્તાઓ RCCના બનાવેલા છે
- દરેક ઘરમાં ફ્રી માં ડસ્ટબીન, ડોર ટુ ડોર કલેક્શન
- ત્રણ માળની વિશાળ પ્રાથમિક શાળા સરકારી સહાય વિના બનાવી છે.
- ગામની જે દીકરીના લગ્ન થાય તેને પાંચ-પાંચ હજારની ભેટ અપાય છે
- ગામમાં જ્યાં જરૂર પડી ત્યાં પેવર બ્લોક નાખવામાં આવ્યા છે
- દહેગામમાં નથી એવા બંગલા અહી છે
- સ્વભંડોળથી ગામમાં 200 LED લાઇટ નવી લગાવાઇ છે
- ગામમાં મંદિર તેમજ મંદિર પરિસરમાં અત્યાધુનિક વાડી પણ છે
- બાળકો માટે પંચવટી યોજના અંતર્ગત રમકડા મૂકવામાં આવ્યા છે

આ પણ વાંચો - અમદાવાદ : સાસુની ફોન ન વાપરવાની આદત પુત્રવધુને ભારે પડી, શખ્સે હોટલમાં બોલાવી અને પછી...

સુવિધાથી સજ્જ આ ગામમાં લોકોને રહેવાની પણ મજા આવે છે. આ અંગે જશોદાબેનનું કહેવું છે કે ગામમાં પાણીની સુવિધા પણ સારી છે. સાંજ અને સવારના સમયે વાગતા પ્રભાતિયાં અમને ઉઠાડતા હોય એવું લાગે છે. ગામના વિકાસની સાથે ગામ પાસેથી પસાર થતો રોડ પણ બનાવાયો છે. રાયપુર-વહેલાલથી જલુંદ્રા બાયપાસ રોડ પણ સ્વભંડોળથી બનાવ્યો છે. જે પુરવાર કરે છે કે ગામ વિકાસના પથ પર સરકારી સહાય વિના ગતિશીલ બન્યું છે.
Published by:Ashish Goyal
First published:

Tags: અમદાવાદ, ગાંધીનગર, ગામડા

આગામી સમાચાર