Home /News /gujarat /ગાંધીનગર: બસની ટક્કરે બાળકો ભરેલી સ્કૂલ વાન પલટી, CCTV આવ્યા સામે

ગાંધીનગર: બસની ટક્કરે બાળકો ભરેલી સ્કૂલ વાન પલટી, CCTV આવ્યા સામે

અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

Gandhinagar accident CCTV: પૂરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરી બસે સ્કૂલ વાનને ટક્કર મારી, અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
    ગાંધીનગરઃ આજે સવારે ગાંધીનગર ખાતે મોટી દુર્ઘટના બની હતી. સવારે બાળકોને સ્કૂલ લઇ જઇ રહેલી વાનને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર પલટી મારી ગઇ હતી. ઘટનામાં 10 જેટલા બાળકોને ઇજા પહોંચી હતી. હવે આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, સ્કૂલ વાન સર્કલ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરી બસે સ્કૂલ વાનને ટક્કર મારી હતી. બસની ટક્કરે કાર પલટી મારી ગઇ હતી. આ વાનમાં સ્કૂલે જઇ રહેલા બાળકો સવાર હતા. સવારે વાનચાલક બાળકોને લઇને સ્કૂલે મૂકવા જઇ રહ્યો હતો, ત્યારે અચાનક જ બસે ટક્કર મારી હતી. ગાંધીનગરના ચ-6 રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 જેટલા બાળકોને ઇજા પહોંચી છે.

    10 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

    આજે સવારે ગાંધીનગરના ચ-6 રોડ પર અકસ્માત સર્જાયો હતો. આ વાનમાં બાળકો સવાર હતા. વાનમાં સ્કૂલે જઇ રહેલા 10 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થાય છે. અકસ્માતને પગલે 108ની ટીમ દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાથે જ એક વિદ્યાર્થીને વધુ ઇજા પહોંચતા તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને બાળકોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના સમાચાર મળતાં જ વાલીઓ પણ દોડી આવ્યા હતા.



    આ પણ વાંચો: શાક લેવા નીકળતી પરિણીતા પર ફિદા થયો યુવક, બીભત્સ ઇશારા બાદ કરી આવી હરકત


    બાળકોને બચાવવા લોકો દોડી આવ્યા

    વહેલી સવારે સ્કૂલ વાન પલટી મારી જતાં રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. લોકોએ પલટી મારી ગયેલી વાનમાં સવાર બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પલટી મારી ગયેલી વાનને સીધી કરી બચાવ કામગીરી હાથ ધરી હતી.

    ઘટનાની જાણ કરવામાં આવતાં પોલીસ અને 108ની ટીમ દોડી આવી હતી અને ઘાયલ બાળકોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં વાલીઓને પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બીજી બાજુ, પોલીસે અકસ્માતને લઇને વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Accident CCTV, Gandhinagar News, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन