ગાંધીનગર : રાજ્યના નાણાં વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં તમામ કર્મચારીઓને સવારના 10.30 થી સાંજના 6.10 સુધી નિયમિત ફરજ પર હાજર રહેવા જણાવ્યું છે. સચિવાલયના કર્મચારીઓ કચેરીમાં 10 મિનિટ મોડા આવશે કે વહેલા જશે તો અડધા દિવસની રજા ગણાશે. આકસ્મિક સંજોગોમાં કર્મચારીઓએ ઉપરી અધિકારીને જાણ કરવાની રહેશે.
આ પરિપત્ર અનુસાર જે કર્મચારી એક માસમાં બે વખત નિયત કચેરી સમયના 10 મિનિટ પછી એટલે કે સવારના 10.40 બાદ કચેરીમાં આવશે અથવા સાંજે 6.00 પહેલા કચેરી છોડી જશે તો તેવા કિસ્સામાં જો ત્રીજી વખત 10 મિનિટ મોડા કચેરીમાં આવશે અથવા ૧૦ મિનિટ વહેલા કચેરીમાંથી જશે તો તે કર્મચારી / અધિકારીના ખાતે તે દિવસની અડધા દિવસની રજા ઉધારવામાં આવશે.
જો કોઈ કર્મચારી / અધિકારી વારંવાર કચેરીમાં મોડા આવવા / વહેલા છોડી જવાની ટેવ ધરાવતા જણાશે તો તેઓના કિસ્સામાં શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આકસ્મિક સંજોગોમાં કચેરીમાં મોડા આવવાની અથવા કચેરીમાંથી વહેલા જવાની જરૂરીયાત જણાય તો કર્મચારી / અધિકારીએ તેઓના તુરંતના ઉપરી અધિકારીની whatsapp મેસેજ દ્વારા પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળ પછી સરકારી કર્મચારીઓ કચેરીમાં સમયસર ના આવતા હોવાની ફરિયાદ છે. કોરોના કાળમાં કાર્ડ સ્વાઈપ બંધ હોવાથી કેટલાક કર્મચારીઓ ઓફિસ સમયના નિયમનું પાલન કરતા નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર