પાવર કૉરિડોર: અમદાવાદ CP સંજય શ્રીવાસ્તવ પરિવાર સાથે ઘરડાઘરમાં ઉજવશે દિવાળી

પ્રતિકાત્મક તસવીર

Power Corridor: અમદાવાદ સીપી આ વખતે તેમની દિવાળી પરિવાર સાથે ઘરડાઘરમાં ઉજવવા જઇ રહ્યા છે . સૂત્રોનુ માનીયે તો - સીપી એ અમદાવાદનાં સૌથી મોટા અને ખરેખર વૃધ્ધો માટે કાર્ય કરતા હોય તેવા જેન્યુઇન ઘરડાઘરની શોધ ચલાવી છે.  આ વર્ષે સીપી સંજય શ્રીવાસ્તવ આ વર્ષે ઘરડાઘરમાં વૃધ્ધો સાથે ફુલઝડીઓ સળગાવતા નજરે પડશે.

  • Share this:
અમદાવાદ સીપીની દિવાળી ઘરડાઘરમાં- અમદાવાદનાં સદ્દભાગ્યે તેને છેલ્લા પાંચ વર્ષમાં સહ્રદયી પોલીસ ઓફિસર મળ્યા છે . પહેલા એ.કે.સિંઘ અને હવે સંજય શ્રીવાસ્તવ એક સંવેદનશીલ ઓફિસરના ઉત્તમ ઉદાહરણો છે. પોલીસની નોકરી એવી છે કે તહેવારો દરમિયાન પણ તેઓ પરિવાર માટે સમય ફાળવી શકશે કે કેમ તે નક્કી નથી હોતું - ડયુટી જ તેમની પ્રાથમિકતા હોય છે. એવામાં અમદાવાદ સીપી આ વખતે તેમની દિવાળી પરિવાર સાથે ઘરડાઘરમાં ઉજવવા જઇ રહ્યા છે . સૂત્રોનુ માનીયે તો - સીપી એ અમદાવાદનાં સૌથી મોટા અને ખરેખર વૃધ્ધો માટે કાર્ય કરતા હોય તેવા જેન્યુઇન ઘરડાઘરની શોધ ચલાવી છે.  આ વર્ષે સીપી સંજય શ્રીવાસ્તવ આ વર્ષે ઘરડાઘરમાં વૃધ્ધો સાથે ફુલઝડીઓ સળગાવતા નજરે પડશે.

જૂનાં પીએ પીએસ એ સચિવાલયમાં મંત્રીઓની કેબિનમા નહી ફરકવા સીએમનું ફરમાન- નવોદિત સીએમ અને નવોદિત મંત્રીમંડળ પાસે વિધાનસભા ચૂંટણી આડે એક વર્ષ બાકી છે. એવા સમયે આમ તો મંત્રીઓ ની નજીક થોડા અનુભવી કુશળ વહીવટદારોની જરુરિયાત છે. મંત્રીઓ પોતે પણ પોતાની આસપાસ અનુભવી લોકો ઇચ્છી રહ્યા છે જેથી તેમનો પોતાનો કાર્ય ભાર  થોડો હળવો થાય. પરંતુ , બધુ જ નવુંનાં તઘલખી નિયમ વચ્ચે હાલ અંધેર નગરી જેવો વહીવટ સચિવાલયમાં ચાલી રહ્યો છે, જે અધિકારીઓ અન્ય વિભાગો માંથી મંત્રીના પીએ પીએસ તરીકે નિમણૂંક લઇને આવ્યા છે -તેમને ઉત્સાહ ઘણો છે પરંતુ , જે તે વિભાગની સમજ નો અભાવ છે. મોટા ભાગના પીએ પીએસનાં આજ હાલ છે.

એવામાં નવાં પીએ પીએસ - જૂના સિનિયર્સને બોલાવીને વિભાગ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે  એવામા સીએમ તરફથી નવું ફરમાન છૂટ્યું છે  કે જૂનાં પીએ પીએસ એ હવે સચિવાલયમા એકેય મંત્રીને ત્યા આવીને બેસવું નહી. એટલે કે વ્યવસ્થા સમજવા કે સમજાવવાનાં બહાને પણ હવે પીએ પીએસ - સચિવાલયમા મંત્રી કેબિનોમાં જઇને નહી બેસી શકે.નડિયાદ એસપીનો ઓર્ડર કર્યા બાદ બે કલાકમાં જ ગૃહ વિભાગે રદ કરી દીધો - નડિયાદનાં તત્કાલીન ડીએસપી દિવ્યા મિશ્રા પ્રતિ  નિયુક્તિ પર કેન્દ્રમાં ગયા બાદ તેમની જગ્યાનો વધારાનો હવાલો રાજ્યનાં ગૃહ વિભાગે કપડવંજનાં મહિલા Dy. sp અર્પિતા પટેલને સોંપ્યો હતો, નડિયાદ હેડ કવાર્ટર Dy. sp કલ્પેશ ચાવડા અર્પિતા પટેલનાં બેચમેટ છે અને તેમનાંથી સિનિયર છે પરંતુ ગૃહ વિભાગે અર્પિતા પટેલને ડીએસપીનો ચાર્જ આપતા કલ્પેશ ચાવડા લાંબી રજા પર ઉતર્યા છે . બે દિવસ પહેલા શુક્રવારે બપોરે ગૃહ વિભાગે નડિયાદ એસપી તરીકે આઇબીનાં એસપી વિશાલ વાઘેલાની નિમણૂક કરી હતી.

એટલે કે તેમને ડીએસપીનો વધારાનો ચાર્જ આપ્યો હતો જોકે હુકમ થયા બાદ નડિયાદ શહેરમાં રાજકીય ભૂક્પ આવ્યો હતો. જે બાદ ખેડા જિલ્લામાંથી કેબિનેટ મંત્રી, મુખ્ય દંડક અને કેન્દ્રીય મંત્રી હોવા છતા કોઇનો પણ સેન્સ લીધા વગર અચાનક અર્પિતા પટેલની જગ્યાએ વિશાલ વાઘેલાનોઓર્ડર થતા ગૃહ વિભાગે માત્ર ૨ કલાકમાં ઓર્ડર બદલવો પડ્યો હતો. અને વિશાલ વાધેલાની ઇન્ચાર્જ એસપી તરીકેની નિમણૂક રદ કરાઇ હતી. ગૃહ વિભાગમા સૂત્રો અનુસાર ડીજીપી એ વિશાલ વાઘેલાનાં નામની ભલામણ કરી હતી.

મંત્રી કિરીટ સિંહ રાણા ના RFO પીએસ -રોજ ઉઠીને DFO સાથેનાં કામ કેમના પાર પાડશે ?!

સીએમ અને મંત્રી મંડળ સહિતએ તમામનાં પીએ પીએસની રિપીટ થિયરી લાગુ કરાઇ છે. અને અલગ અલગ વિભાગો માંથી અધિકારીઓને જે તે મંત્રી સાથે પીએ પીએસ તરીકે સેટ કરાયા છે. પરંતુ આ નિમણૂકો કેટલી અણઘડ છે તેની ચર્ચા હાલ સચિવાલયમા ચાલી રહી છે, એક નમૂનો મેળાવીયે તો - ફોરેસ્ટ અન્વાયરમેન્ટ અને કલાયમેટ ચેન્જનાં મિનિસ્ટર કિરીટ સિંહ રાણાનાં પીએસ તરીકે જેમની નિમણૂક કરવામા આવી છે તેઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે. ચર્ચા એવી છે કે - કિરીટ સિંહ રાણા પાસે વન પર્યાવરણ ખાતું છે પણ મંત્રી વતી કોઇ કામ મુદ્દે એક રેન્જ ઓફિસર - (RFO) ડીએફઓ એટલે કે ડીસ્ટ્રીક્ટ ઓફિસરને ખખડાવીને કેવી રીતે કામ લઇ શકશે કે કંઇ કહી શકશે ?

હાલની મિનિસ્ટ્રી એક વર્ષની છે- ત્યારે હાલ કામ કરી રહેલા તમામે પોત - પોતાના વિભાગમાં એક વરસ પછી પરત ફરવાનું છે. ત્યારે સ્વાભાવિક છે કે તે મંત્રી પાસે રહીને મંત્રીને નહી પણ પોતે જે મૂળ વિભાગનાં છે  તે વિભાગના અધિકારીઓ નેજ પહેલા સાચવશે, આવા પણ અધિકારી છે જે કામ કરે છે અમદાવાદ હેડ કવાર્ટરના જોઇન્ટ સીપી અજય ચૌધરીનાં માતાનું ગયા અઠવાડિયે અવસાન થયું હતું તેના કારણે તેઓ રજા પર હતા . તેમની જગ્યાનો વધારાનો હવાલો અમદાવાદ શહેરનાં સેકટર -૧ ના એડીશનલ સીપી રાજેન્દ્ર અસારીને સોંપવામા આવ્યો હતો

માત્ર ત્રણ દિવસનાં ચાર્જ મા એડીશનલ સીપી રાજેન્દ્ર અંસારીએ 300 ફાઈલોનો  નિકાલ કર્યો .

ચર્ચા એવી છે કે - હેડ કવાર્ટરનાં જોઇન્ટ સીપી અજય ચૌધરી સોશિયલ મિડીયા ઉપર વધારે મશગૂલ રહેતા હોવાથી તેમની પાસે કામનુ ભારણ ખૂબ જ વધારે છે. જોઇન્ટ સીપી અજય ચૌધરી એડમિન ઉપરાંત હેડ કવાર્ટરનાં જોઇન્ટ સીપીનો પણ વધારાનો હવાલો ધરાવે છે અમદાવાદ શહેરમા જોઇન્ટ સીપી એડમિનએ પોલીસ કમિશ્નરનુ હ્રદય ગણાય છે અમદાવાદ શહેર પોલીસનો રોજિંદો વહીવટ અહીંથી ચાલતો હોય છે. ચાર્જમાં આવેલા એડીશનલ સીપી અંસારીએ ત્રણ દિવસમાં 300 ફાઇલોનો નિકાલ કરતા અમદાવાદ સીપી તો આશ્ચર્ય ચકિત થઇ જ ગયા હતા , પરંતુ સ્ટાફ ખુશખુશાલ થઇ ગયો હતો.
Published by:Margi Pandya
First published: