Home /News /gujarat /રોકડા નહીં ચાલે! ગુજરાતનાં આ પેટ્રોલ પંપ પર કેશ પેમેન્ટ નહીં સ્વીકારાય, માત્ર UPI અથવા કાર્ડ, અભણ માણસ ક્યાં જશે?
રોકડા નહીં ચાલે! ગુજરાતનાં આ પેટ્રોલ પંપ પર કેશ પેમેન્ટ નહીં સ્વીકારાય, માત્ર UPI અથવા કાર્ડ, અભણ માણસ ક્યાં જશે?
gujarat rajya nagrik purvatha nigam
ડિજિટલ ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે કલ્પતરુ ફિલિંગ સ્ટેશન ખાતે આગામી એપ્રિલ મહિનાથી પેટ્રોલ, ડીઝલ અને CNG નું વેચાણ કર્યા બાદ ફક્ત ડિજિટલ માધ્યમથી પેમેન્ટ સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્ષ 2015માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી હતી. આ કેમ્પેઇનને પગલે અને ઇન્ટરનેટની ઉત્તમ સુવિધાને પગલે આજે દેશમાં ઘણી બધી સુવિધાઓ ડિજિટલી ઉપલબ્ધ થઈ ચુકી છે. આ તમામ સેવાઓના કારણે આજે દેશમાં ઘણી બાબતો એટલી સરળ થઈ ગઈ છે કે આંગળીના ટેરવે બેંકિંગ સુદ્ધાની સુવિધાનો લાભ લઈ શકાય છે. UPI ના કારણે બેંકિંગ પણ હવે સામાન્ય માણસ માટે પણ સરળ થઈ ચૂકી છે. અને મહિને 8 અબજ જેટલા ટ્રાન્ઝેકશન આ માધ્યમથી કરવામાં આવે છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ ડિજિટલ ગુજરાતના સંકલ્પને સાકર કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. વધુને વધુ લોકો ડિજિટલી ઉપલબ્ધ રહે અને મહત્તમ સુવિધાઓનો લાભ લે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ જ યોજનાના ભાગરૂપે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા એક પગલું લેવામાં આવી રહ્યું છે જેને લઈને લોકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગુડ ગવર્નન્સના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકારના ડિજિટલ ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે કલ્પતરુ ફિલિંગ સ્ટેશન ખાતે આગામી એપ્રિલ મહિનાથી પેટ્રોલ, ડીઝલ અને CNG નું વેચાણ કર્યા બાદ ફક્ત ડિજિટલ માધ્યમથી પેમેન્ટ સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
gujarat rajya nagrik purvatha nigam
આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે જો તમારી પાસે રોકડ રકમ હોય અને લ્પતારું ફિલિંગ સ્ટેશન પરથી ઈંધણ પુરાવવા માગતા હોવ તો એ શક્ય બની શકશે નહીં! અહીં માત્ર કાર્ડ (ક્રેડિટ અને ડેબિટ બંને) સ્વીકારવામાં આવશે અથવા UPI દ્વારા QR કોડ સ્કેન કરીને રકમ ચૂકવી શકાશે.
આ નિર્ણયને ઘણા લોકો દ્વારા વખાણવામાં આવ્યો છે કારણ કે ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપ્યું નાગરિકો અને સરકાર બંને માટે સારી બાબત છે. તેના અનેક ફાડા છે અને લોકો વધુમાં વધુ ડિજિટલ પેમેન્ટ તરફ વળે એ પણ આવકાર્ય બાબત છે.
પરંતુ સાથોસાથ આ નિર્ણયના કારણે કેટલાક લોકોને પરેશાનીનો સામનો કરવો પડે તેવી પણ શક્યતા નકારી શકાય નહીં. જે લોકો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ધરાવતા નથી અથવા ઉપયોગ કરતાં નથી તે લોકો માટે આ નિર્ણય મૂંઝવનારો રહેશે. બીજી તરફ જે લોકો ભણેલા ગણેલા નથી અને UPI નો ઉપયોગ કરતાં આવડતું નથી એ લોકો શું કરશે? એ પ્રશ્નનો કોઈ ઉત્તર નિર્ણયકર્તા સત્તાધારીઓ પાસે હાલના તબક્કે નથી.
દેખીતી રીતે આવા નિર્ણયો સમાજના લોકોને ઘણી બધી રીતે અસર કરતાં હોય છે. પણ એ લેતા સાથે લોકોને ફાયદો અને નુકસાન કયા પ્રકારે થઈ શકે છે એ પણ નોંધવું જરૂરી બની જાય છે.