Home /News /gujarat /ગાંધીનગર: મતદાર યાદીમાં તમારુ નામ છે કે નહીં? કયા મતદાન કરવું? તમામ માહિતી ઘરે બેઠા મળશે

ગાંધીનગર: મતદાર યાદીમાં તમારુ નામ છે કે નહીં? કયા મતદાન કરવું? તમામ માહિતી ઘરે બેઠા મળશે

રાજય કક્ષાએ ગાંધીનગર ખાતે હેલ્પલાઇન ટેલિફોન નંબર-1950 કાર્યરત કરવામા આવ્યો છે.

Gujarat Assembly Election 2022: આ ઉપરાંત મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ https:/www.nvsp.in તથા Voter Helpline એપ્લિકેશન ઉપરથી મતદારો માહિતી મેળવી શકશે. 

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના મતદારો પોતાનું મતદાન યાદીમાં નામ કયા ભાગમાં, કયા ક્રમ ઉપર નોંઘાયેલ છે, તેની માહિતી તેમના ઘરે બેઠા સરળતાથી મેળવી શકે તે માટે હેલ્પલાઇન નંબર- 1950 કાર્યરત કરાઇ છે.

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર કુલ- 13,25,604 મતદારો છે. જેમાં દહેગામમાં 2,20,687 ગાંધીનગર દક્ષિણમાં 3,71,598 ગાંધીનગર ઉત્તરમાં 2,53,688 માણસામાં 2,30,847 અને કલોલમાં 2,48,784 મતદારો પોતાના વિધાનસભા બેઠક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

મતદારોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદારોની સુવિધા માટે હેલ્પલાઇન ટેલીફોન નંબર, વેબસાઇટ અને એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ તમામ પરથી મતદારો પોતાનું મતદાર યાદીમાં નામ, કયા ભાગ નંબરમાં, કયા ક્રમ ઉપર નોંધાયેલું છે, કયા મતદાન મથક પર મતદાન કરવા જવાનું છે, તે અંગેની માહિતી મેળવી શકશે.

આ પણ વાંચો: આઠમીએ જીતનો વરઘોડો, નવમીએ દાદાનો હિસાબ કરી દઈશું: કિરીટ પટેલની ધમકી

રાજય કક્ષાએ ગાંધીનગર ખાતે હેલ્પલાઇન ટેલિફોન નંબર-1950 કાર્યરત કરવામા આવ્યો છે. આ હેલ્પલાઇન પરથી મતદારો પોતાની માહિતી કામકાજના દિવસ દરમ્યાન સવારના 11.00 થી સાંજના 6.00 કલાક સુધી મેળવી શકશે.

આ ઉપરાંત મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ https:/www.nvsp.in તથા Voter Helpline એપ્લિકેશન ઉપરથી મતદારો માહિતી મેળવી શકશે.

આ પણ વાંચો: કડકડતી ઠંડીમાં ગરીબોને મન મૈત્રી સંસ્થાની હૂંફ, આ છે ઉદ્દેશ્ય

તેની સાથે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી ના વડપણ હેઠળ એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલ પણ શરૂ કરવામાં આવ્યો છે. જે રાઉન્ડ ધ કલોક ચાલુ રહેશે. જેનો હેલ્પલાઇન નંબર – 1800-233-2345 નંબર છે. જેના પર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આચારસંહિતા ભંગને લગતી કોઇ પણ પ્રકારની ફરિયાદ નોંધાવી શકાશે. તેમજ પોલીસ અધિક્ષકની ગાંધીનગરની કચેરી ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેનો ટોલ ફ્રી નંબર – (079) 232 10108 છે. એનો પણ ઉપયોગ મતદારો કરી શકશે.
Published by:rakesh parmar
First published:

Tags: 2022 Assembly elections, Assembly Election, Assembly Election 2022, Assembly elections

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन