ભારતે લદાખમાં તૈનાત કરી માઉન્ટેન ફોર્સ, કારગિલ યુદ્ધમાં નિભાવી હતી મહત્ત્વની ભૂમિકા

લદાખ સરહદે ચીનની સેનાને આકરો જવાબ આપવા માટે માઉન્ટેન ફોર્સ તૈનાત કરવામાં આવી

લદાખ સરહદે ચીનની સેનાને આકરો જવાબ આપવા માટે માઉન્ટેન ફોર્સ તૈનાત કરવામાં આવી

 • Share this:
  નવી દિલ્હીઃ ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારતના 20 સૈનિકોની શહાદત બાદ તણાવની સ્થિતિ ઊભી થઈ છે. લદાખમાં ભારતે LAC પર સેનાને અલર્ટ કરી દીધી છે. આ દરમિયાન ભારતે 3488 કિલોમીટર લાંબી LAC પર માઉન્ટેન ફોર્સને તૈનાત કરી દીધી છે. આ એ સેનાની ટુકડી છે જે પહાડની ઊંચાઈથી દુશ્મનો પર નજર રાખે છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીનની સેનાને આકરો જવાબ આપવા માટે તેને સરહદ પર તૈનાત કરવામાં આવી છે.

  શું છે માઉન્ટેન ફોર્સની તાકાત?

  સરહદ પર તૈનાત કરવામાં આવેલી માઉન્ટેટ ફોર્સ યુદ્ધમાં માહેર હોય છે. મુશ્કેલ સ્થિતિમાં દુશ્મનોને એ પાઠ ભણાવવામાં માહેર છે. ખાસ કરીને તેને પહાડો પર લડવા માટે સ્પેશલ ટ્રેનિંગ આપવામાં આવે છે. 1999ના કારગિલ યુદ્ધમાં માઉન્ટેન ફોર્સે પાકિસ્તાની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. ચીનના એક્સપર્ટે પણ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે આટલી મજબૂત માઉન્ટેન ફોર્સ ન તો અમેરિકાની પાસે છે અને ન તો રશિયાની પાસે છે. આ તાકાત માત્ર ભારતની પાસે છે.

  આ પણ વાંચો, ચીનની 3 કંપનીને મોટો આંચકો! મહારાષ્ટ્રે 5 હજાર કરોડના પ્રોજેક્ટ પર મારી બ્રેક


  અચૂક નિશાન સાધવામાં માહેર

  અંગ્રેજી અખબાર ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ સાથે વાતચીત કરતાં એક પૂર્વ આર્મી ચીફે જણાવ્યું કે, માઉન્ટેન ફોર્સનો નિશાનો ઘણો સચોટ હોય છે. આ ફોર્સમાં ઉત્તરાખંડ, લદાખ, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમના સૈનિકોને સ્થાન આપવામાં આવે છે. ચીનના હિસ્સાવાળો વિસ્તાર થોડો સમતલ છે પરંતુ ભારત તરફ સરહદ પર ઘણી મુશ્કેલી ભરેલી પહાડોના ઊંચા શિખરો છે. એવામાં તેની પર આગળ વધવું આર્મી માટે સરળ નથી હોતું. પરંતુ માઉન્ટેન ફોર્સ તેની પર ખૂબ આરામથી નિયંત્રણ કરી શકે છે.

  સરહદ પર તણાવ

  લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલા હિંસક સંઘર્ષ બાદથી જ ચીન સતત શાંતિ અને વાતચીત દ્વારા મુદ્દાને ઉકેલવાની વાત કહેતું રહ્યું છે. પરંતુ તિબેટ બોર્ડર પર સતત ચીની સેના યુદ્ધની તૈયારીમાં વ્યસ્ત છે. અહીં વધુ સૈનિકોની તૈનાતી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભારતના ડિફેન્સ એક્સપર્ટ એસ. પી. સિન્હાનું કહેવું છે કે આ વિવાદ એટલો ઝડપથી ઉકેલાશે નહીં. ચીનને ભારતના જવાબનો ડર છે. જેથી તેઓ લદાખ બોર્ડર પર વધુ સૈનિકોની તૈનાતી કરી રહ્યું છે.

  આ પણ વાંચો, આર્મી માટે 2018માં લેવામાં આવેલો સરકારનો નિર્ણય હવે ચીન માટે બનશે મુસીબત!
  Published by:user_1
  First published: