Home /News /gujarat /

ગઢડા પંથકના ગામોમાં બે માસથી ભેદી ધડાકા, ગાંધીનગરની ટીમે તપાસ હાથ ધરી

ગઢડા પંથકના ગામોમાં બે માસથી ભેદી ધડાકા, ગાંધીનગરની ટીમે તપાસ હાથ ધરી

બોટાદઃ ગઢડાના ખોપાળા તેમજ બાજુના ૩ ગામોમાં છેલ્લા બે મહિનાથી ભેદી અવાજ અને હળવા ધરતીકંપના આવતા આંચકાને કારણે ગામ લોકોમાં ભયના ઓથારમા છે.જેથી ગાધીનગરથી સીસમો ગ્રાફિક ટીમ ખોપાળા આવી તપાસ હાથ ધરી હતી.

બોટાદઃ ગઢડાના ખોપાળા તેમજ બાજુના ૩ ગામોમાં છેલ્લા બે મહિનાથી ભેદી અવાજ અને હળવા ધરતીકંપના આવતા આંચકાને કારણે ગામ લોકોમાં ભયના ઓથારમા છે.જેથી ગાધીનગરથી સીસમો ગ્રાફિક ટીમ ખોપાળા આવી તપાસ હાથ ધરી હતી.

  • Web18
  • Last Updated :
બોટાદઃ ગઢડાના ખોપાળા તેમજ બાજુના ૩ ગામોમાં છેલ્લા બે મહિનાથી ભેદી અવાજ અને હળવા ધરતીકંપના આવતા આંચકાને કારણે ગામ લોકોમાં ભયના ઓથારમા છે.જેથી ગાધીનગરથી સીસમો ગ્રાફિક ટીમ ખોપાળા આવી તપાસ હાથ ધરી હતી.

gadda bedi dhadaka1

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામે છેલ્લા બે મહિનાથી દરરોજ બપોરના સમયે અને રાત્રીના સમયે જમીનમાથી ભયંકર અવાજ આવે છે અને સાથે ધરા ધ્રુજી ઉઠે છે . તેમજ ખોપાળા સહિતના વિરડી, વનાળી, અને કાપરડી ગામમાં પણ ભેદી અવાજ આવે છે. ભયંકર અવાજ આવવાથી લોકો ભયભીત બની ગયા છે અને પોતાના ઘરની બહાર દોડી આવે છે તેમજ હળવા આંચકાઓ પણ આવે છે.

જેથી ગામમા ઘણાબધા પાકા મકાનોમા તિરાડો પડી ગયેલ છે આ મામલે ગામના લોકો એ તલાટીમત્રી ને જાણ કરતા તલાટીમત્રી એ ગઢડા મામલતદારને રીપોર્ટ કરાતા મામલતદારે બોટાદ કલેકટરને જાણ કરતા બોટાદ કલેકટરે સરકારમાં રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જે મામલે સીસમો ગ્રાફિક ટીમ ગાધીનગરના ભુકંપ શાસ્ત્રી તેમની ટીમ સાથે ખોપાળા ગામે પહોંચી ને ખોપાળા તેમજ વનાળી, કાપરડી અને વિરડી ગામનાં પંચાયત કચેરીમાં યંત્રો મુકી તપાસ શરૂ કરી છે અને આઠ દિવસ બાદ આ ભેદી અવાજ સેનો છે તે જાણવા મળશે. બોટાદ જિલ્લા પંચાયત ના પ્રમુખ પ્રભાતભાઈ યાદવ તેમજ ગઢડા મામલતદાર પણ ખોપાળા ગામે પહોચી લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

ભૂકંપ શાસ્ત્રી ગણપત પરમારે જમાવ્યું હતું કે, ખોપાળા અને વીરડી ગામે આચકા અબુભવાત સીસમોલોજીક રીચ્સ દ્વારા માહિતી મળતા ખોપાળા તેમજ વીરડી અને અન્ય બે ગામોમાં ભૂકપયત્ર મસીન મુકવામાં આવ્યા છે અને એક અઠવાડિયા સુધી એનાલીસીસ કરશું.
First published:

Tags: ગ્રામજનો, જમીન, તપાસ, ભય

આગામી સમાચાર