Home /News /gujarat /માતા બની કુમાતા, 3 માસની બાળકીની હત્યા કરી વોંશીગ મશીનમાં નાખી

માતા બની કુમાતા, 3 માસની બાળકીની હત્યા કરી વોંશીગ મશીનમાં નાખી

40 વર્ષ બાદ તેમના ઘર કોઈ પુત્રીનો જન્મ થયો હતો. પરંતુ જ્યારે શિવન્યાનો મૃતદેહ વોશીંગ મશીનમાં કપડામાં વિંટાળેલી હાલતમાં જોયો તો પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ, તો દાદી ચોધાર આંસુએ રડવા લાગ્યા પરંતુ જન્મ આપનાર માં આરતીના ચહેરા પર કોઈ જ ભાવ ન હતા.

40 વર્ષ બાદ તેમના ઘર કોઈ પુત્રીનો જન્મ થયો હતો. પરંતુ જ્યારે શિવન્યાનો મૃતદેહ વોશીંગ મશીનમાં કપડામાં વિંટાળેલી હાલતમાં જોયો તો પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ, તો દાદી ચોધાર આંસુએ રડવા લાગ્યા પરંતુ જન્મ આપનાર માં આરતીના ચહેરા પર કોઈ જ ભાવ ન હતા.

વધુ જુઓ ...

    ગાઝિયાબાદ: એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળી આપના રૂંવાડા ઉભા થઈ જશે. ઘટના બની છે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના પતલા ગામમાં, કે જ્યાં કળયુગી માતાએ 3 માસની દુધપીતી દિકરીની હત્યાં કરી નાખીં અને કોઈને ખબર ન પડે એ માટે બાળકીના મૃતહેહને કપડામાં વિંટાળી વોશીંગ મશીનમાં છુપાવીને રાખી દીધી.સમગ્ર ઘટના અંગે ઘરના લોકોએ કહ્યું પુછ્યું કે બાળકી ક્યાં છે ? ત્યારે તેને ઘરના લોકોને કહ્યું કે બાળકીને જાનવર ઉઠાવીને લઈ ગયું.




    હત્યારી માતા
    હત્યારી માતા

    મહત્વનું છે કે દોઢ વર્ષ પહેલા 22 વર્ષની આરતીના લગ્ન મોહિત સાથે થયા હતા. 3 મહિના પહેલા જ તેણે શિવન્યા નામની ફૂલ જેવી કોમળ અને સુંદર પુત્રીને જ્ન્મ આપ્યો. રવિવારે શિવન્યા અને તેની માતા આરતી ઘરમાં એકલા હતા અને આ સમયનો લાભઉઠાવી આરતીએ ઠંડા કલેજે 3 માસની શિવન્યાની હત્યા કરી નાખી. જ્યારે આરતીનો પતિ ઘરે આવ્યો ત્યારે તેણે શિવન્યા વિશે પુછ્યું તો આરતીએ કહ્યું બાળકીને કોઈ જાનવર ઉઠાવીને લઈ ગયું. બાળકીને શોધવા માટે પિતા જ નહી પરંતુ તેની દાદી એ પણ તેમની વ્હાલસોયી દિકરી શિવન્યાને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે ના મળી. શિવન્યા દાદીના દિલનો ટૂકડો હતી કેમ કે 40 વર્ષ બાદ તેમના ઘર કોઈ પુત્રીનો જન્મ થયો હતો. પરંતુ જ્યારે શિવન્યાનો મૃતદેહ વોશીંગ મશીનમાં કપડામાં વિંટાળેલી હાલતમાં જોયો તો પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ, તો દાદી ચોધાર આંસુએ રડવા લાગ્યા પરંતુ જન્મ આપનાર માં આરતીના ચહેરા પર કોઈ જ ભાવ ન હતા.જે જોઈ પતિ મોહિત સમજી ગયો કે શિવન્યાની હત્યા આરતીએ જ કરી છે. જેથી સમગ્ર ઘટના અંગેની ફરિયાદ મોહિતે પોલીસ સ્ટેશનમાં કરી.


    2


    જો કે સ્થાનિકોને ખબર પડી કે 3 માસની દુઘપીતી બાળકીને તેની માતાએ જ મારી નાંખી ત્યારે તેઓને પણ આંચકો લાગી ગયો. પરંતુ મોટો સવાલ એ છે કે જે માંએ 9 મહિના સુધી સંતાનને પેટમાં રાખી જન્મ આપ્યો તેની હત્યા કરતા એક માતાનો જીવ કેમ ચાલ્યો હશે.
    First published: