Home /News /gujarat /રાજકોટઃવિદ્યાર્થીઓમાં આપઘાતના કિસ્સા ઘટાડવા જી-વિશ બનશે મદદરૂપ

રાજકોટઃવિદ્યાર્થીઓમાં આપઘાતના કિસ્સા ઘટાડવા જી-વિશ બનશે મદદરૂપ

રાજકોટઃ દેશમાં વધી રહેલા આત્મહત્યાના કિસ્સાઓ દેશના વિકાસ માટે એક પડકારરૂપ સાબિત થઇ રહ્યા છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓથી બુઝુર્ગ લોકો પણ કોઈ ને કોઈ બાબતોમાં આત્મહત્યા કરી લેતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે લોકોમાં જાગૃતતા આવે તેના માટે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન અને ઇન્ડીયન સાઈકીયાટ્રીક સોસાયટી દ્વારા રાજકોટમાં જી-વિશ કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું. શું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    રાજકોટઃ દેશમાં વધી રહેલા આત્મહત્યાના કિસ્સાઓ દેશના વિકાસ માટે એક પડકારરૂપ સાબિત થઇ રહ્યા છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓથી બુઝુર્ગ લોકો પણ કોઈ ને કોઈ બાબતોમાં આત્મહત્યા કરી લેતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે લોકોમાં જાગૃતતા આવે તેના માટે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન અને ઇન્ડીયન સાઈકીયાટ્રીક સોસાયટી દ્વારા રાજકોટમાં જી-વિશ કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું. શું છે.

    g vis1

    સામાન્ય રીતે કોઈને કોઈ નાની મોટી બાબતોને લઈને દેશભરમાં લોકો આત્મહત્યા કરતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ દેશ માટે એક ગંભીર બાબત ગણી શકાઈ છે. ફક્ત વિદ્યાર્થી જ નહિ પરંતુ અરેક ઉમરના લોકો કોઈને કોઈ કારણોસર આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યા છે. આવા સમયે આત્મહત્યાના કિસ્સાઓ રોકવા અને લોકો તથા વિદ્યાર્થીઓમાં એક સમજ આવે તેના માટે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન અને ઇન્ડીયન સાઈકીયાટ્રીક સોસાયટી દ્વારા જી-વિશ કાર્યક્રમ તેયાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં આત્મહત્યા નિવારવા માટે શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા પર ધ્યાન આપવામાં આવ્યું છે. જે રીતે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે તેને ધ્યનમાં રાખીને જી-વિશ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ડબલ્યુ.એચ.ઓ.ની ગાઈડલાઈન્સનો ગુજરાતીમાં અનુવાદ કરીને તેયાર કરેલા પુસ્તકને શિક્ષકો સુધી પહોચાડવામાં આવ્યું છે.

    જે રીતે વિદ્યાર્થીઓ ભણતર અથવા પરીક્ષા જેવા કિસ્સાઓમાં આત્મહત્યા કરતો હોઈ છે. તેવા સમયે તેના શિક્ષકો પણ વિદ્યાર્થીના માનસિક તણાવથી પરિચિત થતા હોઈ છે ત્યારે જો શિક્ષકોજ ડોક્ટરનો સંપર્ક કરીને વિદ્યાર્થીની માનસિકતાની વાત કરે અને ડોક્ટર દ્વારા તેને સમજાવવામાં આવે અથવા તેનો ઈલાજ કરવામાં આવે તો કદાચ આત્મહત્યા જેવા ગંભીર બનાવો અટકાવવામાં સફળતા મળશે. તેવાજ હેતુથી શિક્ષકોને જી-વિશ કાર્યક્રમમાં સહભાગી બનાવી તેમને પણ ટ્રેનીંગ આપવામાં આવશે અને તેનું સર્ટીફીકેટ આપી જી-વિશ કાર્યક્રમમાં તેનો સમાવેશ કરવામાં આવશે.

    જી-વિશ કાર્યક્રમનું આજે રાજકોટમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ખ્યાતનામ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. તો સાથેજ આ કાર્યક્રમમાં ઇન્ડીયન મેડીકલ એસોસીએશન અને ઇન્ડીયન સાઈકીયાટ્રીક સોસાયટીના તમામ તબીબો પણ ઉપસ્થિત રહી તેમનું યોગદાન આપ્યું હતું. શિક્ષકો સુધી વધુને વધુ પ્રચાર કઈ પ્રકારે થઇ શકે સાથેજ વધુમાં વધુ શિક્ષકો જી-વિશ કાર્યક્રમમાં જોડાઈ વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા રોકે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
    First published:

    Tags: અંગ્રેજી, ડોક્ટર, વિદ્યાર્થીઓ