Home /News /gujarat /રિલાયન્સ રેક્રોન FSની આગપ્રતિરોધશકિત વધારવા FRX ઇનોવેશન્સ નોફિયા ટેક્નોલોજીનો ઉપયોગ કરશે

રિલાયન્સ રેક્રોન FSની આગપ્રતિરોધશકિત વધારવા FRX ઇનોવેશન્સ નોફિયા ટેક્નોલોજીનો ઉપયોગ કરશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

Reliance Rechron FS: પોલિએસ્ટર સ્ટેપલ ફાઇબર અને ફિલામેન્ટ યાર્નના વિશ્વમાં સૌથી મોટી ઉત્પાદક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેના અત્યંત લોકપ્રિય Recron FSની આગ-પ્રતિરોધક પોલિએસ્ટરના ગુણધર્મો વધારવા માટે FRX ઇનોવેશન્સ નોફિયા ટેક્નોલોજીનો ઉપયોગ કરશે.

વધુ જુઓ ...
Reliance: પોલિએસ્ટર સ્ટેપલ ફાઇબર અને ફિલામેન્ટ યાર્નના વિશ્વમાં સૌથી મોટી ઉત્પાદક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેના અત્યંત લોકપ્રિય Recron FSની આગ-પ્રતિરોધક પોલિએસ્ટરના ગુણધર્મો વધારવા માટે FRX ઇનોવેશન્સ નોફિયા ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. નોફિયાની અનન્ય પોલિમેરિક ફોસ્ફરસ-આધારિત કેમિસ્ટ્રી રેક્રોન એફએસને પોલીએસ્ટર ટેક્સટાઇલ એપ્લિકેશન્સ માટે વધુ ટકાઉ અને તકનીકી રીતે શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે. નોફિયા એડિટિવ્સને OEKO-TEX સ્ટાન્ડર્ડ 100 દ્વારા ટેક્સટાઇલ એપ્લિકેશન્સ અને અન્ય ટકાઉપણાના પ્રમાણપત્રો જેવા કે કેમફોરવર્ડ, ગ્રીન સ્ક્રીન અને ટીસીઓ દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે કે ટેક્નોલોજી સલામતી અને ટકાઉપણુંના આ વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરે છે.

આરઆઇએલના પોલીએસ્ટર બિઝનેસના સેક્ટર હેડ  હેમંત ડી. શર્માએ જણાવ્યું હતું કે, “રેક્રોન એફએસ અત્યાધુનિક સુવિધાઓ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. જે પર્યાવરણને સૌથી અનુકૂળ પરિસ્થિતિઓમાંની એક છે અને તે આરઆઇએલ તરફથી રજૂ કરવામાં આવતી રિસ્પોન્સિબલ કેર પ્રોડક્ટનો એક ભાગ છે. એફઆરએક્સની નોફિયા ટેક્નોલોજી સાથે સલામતી અને તકનીકી પરિમાણો પર રેક્રોન એફએસને પ્રોત્સાહન આપવામાં અમને ખૂબ ગર્વ અનુભવાય છે. અમે સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સૌંદર્ય શાસ્ત્ર સાથે સમાધાન કર્યા વિના અસાધારણ આગ સામે સલામતી આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”

આ પણ વાંચો: હવે 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આ દસ્તાવેજ વિના નહીં મળે પૈસા, જાણો સરકારે શું કહ્યું?

એફઆરએક્સ ઇનોવેશન્સના સીઇઓ માર્ક લેબલે કહ્યું કે, “વિશ્વના સૌથી મોટા પોલીએસ્ટર ફાઇબર અને ફિલામેન્ટ યાર્ન ઉત્પાદક દ્વારા અમને પસંદ કરવામાં આવ્યા તે બદલ અમને ખૂબ જ ગર્વ છે. છેલ્લા ઘણા વર્ષોથી ટકાઉ ઉત્પાદનોમાં ગ્રાહકની રુચિ સતત વધી રહી છે. નોફિયાને આવા શ્રેષ્ઠ વિઝિબિલિટી કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ક્ષેત્રમાં મૂકવામાં આવે તે જોવું લાભદાયક છે. બજારને ટકાઉ ઉત્પાદનો પહોંચાડવા માટે સતત વધતા દબાણ સાથે અમે માનીએ છીએ કે FRX ઇનોવેશન્સ રિલાયન્સ જેવા વિશ્વભરના ટકાઉ ઉત્પાદનો ઇચ્છતા ગ્રાહકો સાથે વૃદ્ધિ કરવા માટે શ્રેષ્ઠ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.”

જેમ જેમ સમગ્ર વિશ્વ કોવિડ-19 રોગચાળાની અસરમાંથી બહાર આવી રહ્યું છે, ત્યારે ટકાઉ કાપડની માંગમાં પુનરુત્થાન જોવા મળ્યું છે કારણ કે, ઘણી અગ્રણી ટેક્સટાઇલ કંપનીઓ તેમની કોવિડ-19 પછીની વૃદ્ધિની વ્યૂહરચનાના ભાગરૂપે તેમના પર્યાવરણીય અને સામાજિક જવાબદારીના લક્ષ્યોને જવાબદારીપૂર્વક સ્વીકારી રહી છે. સરક્યુલર ઇકોનોમીના ધ્યેયોને પૂર્ણ કરવા માટે કાપડ ઉત્પાદકો નવીન તકનીકો પર આધાર રાખી રહ્યા છે. જેમ કે એફઆરએક્સની નોફિયા ટેક્નોલોજી જે ટકાઉ ઉત્પાદનોને સક્ષમ બનાવે છે. 2021માં વૈશ્વિક ટેક્સટાઇલ ફ્લેમ રિટાર્ડન્ટ્સ માર્કેટનું કદ 519.5 મિલિયન અમેરિકી ડોલર જેટલું હતું અને 2022થી 2030 સુધી 3.6%ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર પર આ બજારનું વિસ્તરણ થવાની ધારણા છે.

આ પણ વાંચો: સાણંદમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો કેમ કરાઈ હતી સિક્યુરિટી ગાર્ડની હત્યા?

આ ઉપરાંત રિલાયન્સ તેના સપ્લાયરોનું ટકાઉપણું જાળવવા માટે યોગ્ય પ્રયાસો અને ઓડિટ કરે છે, તેમાં પ્રિ-એવોર્ડ અને પોસ્ટ-એવોર્ડ બંને તબક્કામાં મૂલ્ય શ્રૃંખલામાં પ્રમાણભૂત પ્રક્રિયાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે સખત તપાસ અને મૂલ્યાંકન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનમાં સસ્ટેનિબિલિટી અત્યારની સરખામણીએ અગાઉ વધુ તાકીદનું પરિમાણ નહોતું પરંતુ પર્યાવરણીય તથા સામાજિક ચિંતાઓને સંબોધવા માટે આરઆઇએલના વ્યાપક પ્રયાસો વાર્ષિક પ્રકાશન બિઝનેસ રિસ્પોન્સિબિલિટી રિપોર્ટ 2021-22માં દર્શાવવામાં આવ્યા છે.

ઉત્પાદકોને ડિઝાઇન, રંગ, ટેક્સચર અને પર્ફોર્મન્સમાં અમર્યાદિત સર્જનાત્મકતા આપવા માટે જાણીતા પોલીએસ્ટર યાર્નના ક્ષેત્રની આ સિદ્ધિઓ હાંસલ કરવા માટે રિલાયન્સે એફઆરએક્સ ઇનોવેશન્સ નોફિયા સાથે એક નવું ફાયર-રેઝિસ્ટન્ટ પોલીએસ્ટર સોલ્યુશન રેક્રોન એફએસ વિકસાવ્યું છે. એફઆરએક્સ ઇનોવેશન્સ નોફિયા પોલિમેરિક ફોસ્ફરસ એડિટિવ્સ આરઆઇએલના પોલીએસ્ટર ટેક્સટાઇલ્સમાં મજબૂતાઈ પૂરી પાડે છે અને તે અગ્નિ જ્વાળાની પ્રતિરોધક એકમાત્ર ટેક્નોલોજી છે જે કાચામાલ તરીકે રિસાયકલ પોલીએસ્ટરનો ઉપયોગ 90%થી વધુ સુધી પહોંચવાની ક્ષમતા સાથે 60%થી વધુ સામગ્રીનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. રિસાયકલ કરેલા પોલીએસ્ટર સાથે તેનો ઉપયોગ કરવાની ક્ષમતા તેને ટકાઉ ટેક્નોલોજી બનાવે છે જે બહુવિધ ઉપયોગો માટે રસપ્રદ સાબિત થઈ રહી છે. નવી ટેક્નોલોજી 7000 ppmથી 25000 ppm ફોસ્ફરસના સ્તરોથી એડજસ્ટેબલ ફ્લેમ રિટાર્ડન્સીને પણ સક્ષમ બનાવે છે, અંતિમ વપરાશકર્તાની જરૂરિયાતોને આધારે તેને બહુવિધ બજારોમાં આકર્ષક ઉકેલ તરીકે પણ રજૂ કરે છે.

આ પણ વાંચો: આ લોકો હાર્ટ એટેકનો આસાનીથી શિકાર બની રહ્યા છે, ગંગારામ હોસ્પિટલના સર્વેમાં થયો ખુલાસો

રેક્રોન એફએસ ટ્રાન્સપોર્ટેશન, હોસ્પિટાલિટી અને હોમ ડેકોર ઇન્ડસ્ટ્રીઝના ગ્રાહકોમાં સારી રીતે સ્થાપિત નામ છે. રેક્રોન એફએસ આધારિત કાપડનો ઉપયોગ તેની કિંમત અસરકારકતા, આગ સલામતી અને ટકાઉપણાના અનન્ય મિશ્રણને કારણે ભારતીય રેલવે દ્વારા ટ્રેનના કોચની બેઠકો અને પડદામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.આ ઉપરાંત ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટેના ટર્મિનલ-2 દ્વારા તાજેતરમાં તેના નવા એરપોર્ટ ફર્નિચરમાં રેક્રોન એફએસ પોલીએસ્ટરનો ઉપયોગ દર્શાવતા તેના આંતરિક નવીનીકરણનું અનાવરણ કર્યું હતું. તદુપરાંત સ્પેન સ્થિત ફર્નિચર ડિઝાઇનર્સ હેપર્સે તેની સુંદરતા, સલામતી અને ટકાઉપણુંના લક્ષણોને ટાંકીને તેમના લાઉન્જની ખુરશીઓના નવા સંગ્રહમાં રેક્રોન એફએસ યાર્નના ઉપયોગનો ઉલ્લેખ કર્યો છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Reliance Industries, રિલાયન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन