Home /News /gujarat /

જુનિયર એન્જિનિયરથી L&Tના ગ્રુપ ચેરમેન બનનારા અનિલ નાઈકને પદ્મ વિભૂષણ એનાયત થયો

જુનિયર એન્જિનિયરથી L&Tના ગ્રુપ ચેરમેન બનનારા અનિલ નાઈકને પદ્મ વિભૂષણ એનાયત થયો

અનિલ નાઈકની ફાઇલ તસવીર

પદ્મ એવોર્ડ્સમાં સ્થાન મેળવનારા ગુજરાતીઓમાં એક માત્ર અનિલ નાઈકને પદ્મ વિભૂષણનું સન્માન અપાયું હતું.

    ન્યૂઝ 18 ગુજરાતી: 70માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશના 112 નાગરીકોને પદ્મ પુરસ્કારની સન્માનીત કરવાની જાહેરાત ભારત સરકારે કરી હતી. આ 112 નાગરીકોમાં સ્થાન મેળવનાર ગુજરાતીમાં એક માત્ર ગુજરાતીની પદ્મ વિભૂષણનું સન્માન આપવામાં આવ્યું છે. આ સન્માન L&Tના ગ્રુપ ચેરમેન અનિલ નાઈકને આપવામાં આવ્યુ છે, ત્યારે જાણો કોણ છે અનિલ. એમ. નાઈક

    વર્ષ 1965માં જુનિયર એન્જિનિયર તરીકે L&Tમાં જોડાનારા અનિલ નાઈકે ગ્રુપ ચેરમેન સુધીનું પદ મેળવ્યું છે. આ સંસ્થામાં જ તેમણે મેનેજિંગ ડાયરેક્ટર, સીઈઓ, ચેરમેન, એક્ઝિક્યુટિવ ચેરમેન, અને ગ્રુપ ચેરમેન સુધીની પદવીઓ મેળવી હતી. ગુજરાતમાંથી જ એન્જિનિયરનું શિક્ષણ મેળવનાર અનિલ નાયકના કારણે એલ એન્ડ ટીએ ડિફેન્સ સહિતા અનેક મહત્ત્તવપૂર્ણ ઉદ્યોગોમાં હરણફાળ ભરી હતી. ગુજરાતના આ પનોતા પુત્રને અનેક માનદ પદવીઓ મળેલી છે,જેમાં ડેનમાર્કના માનદ કોનસુલ જનલરની પદવીનો સમાવેશ પણ થાય છે.

    76 વર્ષની વયે પણ નિવૃત ન થનારા નાઈકે વ્યાવસાયીક ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ ખૂબ જ મહત્ત્તવપૂર્ણ પ્રદાન આપ્યું છે. એલ એન્ડ ટી કંપનીની ઑફિશિયલ વેબસાઇટમાં તેમનો જે પરિચય આપવામાં આવ્યો છે તેના મુજબ, અનિલ નાઈકે પોતાની સંપતિના 75 ટકા સંપતિ સામાજિક કાર્યો અને, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે ઉપયગોમાં લેવાનો નિર્ધાર કર્યો છે. વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા અનિલ નાઈકને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: L&T, Padma awards, Republic day 2019, ગુજરાતી, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन