FRCએ ખાનગી એન્જિનિયરિંગ કોલેજોની ફી જાહેર કરી

News18 Gujarati
Updated: August 14, 2019, 2:33 PM IST
FRCએ ખાનગી એન્જિનિયરિંગ કોલેજોની ફી જાહેર કરી
પ્રતિકાત્મક તસવીર

સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરીંગ કોલેજોની ફી મર્યાદા નક્કી કરવા માટે સરકારે એક સમિતિ તૈયાર કરી છે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : રાજ્યની ખાનગી કોલેજોના અભ્યાસક્રમોની ફી અને તેનું નિયમન કરાવવા માટે સરકાર દ્વારા ફી રેગ્યુલેશન કમિટી (FRC)ની રચના કરી છે. આ સમિતિએ વર્ષ 2018-19માં મજૂર થયેલી 20 એન્જિનિયરીંગ કોલેજોની ફી નક્કી કરી છે. આ કોલેજો FRCએ નક્કી કરેલી ફી જ લઈ શકશે અને જે કોલેજો તેના નિયમનું પાલન નહીં કરે તેના પર દંડનીય કાર્યવાહી થશે.

FRCએ નક્કી કરેલી ફી મુજબ 20 કોલેજોની રૂપિયા 25,000થી લઈને રૂપિયા 90,000 સુધીની ફી રાખવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત સમિતિએ આ વર્ષેથી શરૂ થયેલી 23 કોલેજોની ફી પણ નક્કી કરી છે. સમિતિએ નક્કી કરેલી ફી મુજબ રાજ્યની ઇન્દ્રશિલ યુનિવર્સિટીની સૌથી વધુ ફી છે. આ યુનિવર્સિટીની ફી રૂપિયા 98,000 મંજૂર થયી છે.

આ પણ વાંચો :  MBBSની ડિગ્રી પછી 1 વર્ષ ગ્રામ્ય વિસ્તારમાં સેવા નહીં આપો તો રૂ. 20 લાખનો દંડ થશે

આ વર્ષે શરૂ થયેીલ 23 કોલેજોની ફી રૂપિયા 33 હજારથી લઈને રૂપિયા 90,000 સુધી રાખવામાં આવી છે. એફઆરસી દ્વારા નિયત કરાયેલ ફી કરતા કોઇપણ કોલેજો વધુ ફી લઇ શકશે નહી. વધુ ફી લેનાર સામે થઇ શકે છે દંડાત્મક કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ FRCએ નિયમની વિરુદ્ધ જઈને એકસ્ટ્રા ફી ઉઘરાવનારી કોલેજોને દંડી હતી. આ કોલેજોમાં રાજ્યની પારૂલ યુનિવર્સિટીને સૌથી વઘુ દંડ ફટકારવામાં આવ્યો હતો.
First published: August 14, 2019, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading