Home /News /gujarat /સરકારી નોકરી અપાવવાને બહાને 19 લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા

સરકારી નોકરી અપાવવાને બહાને 19 લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા

તાપીઃ તાપી જીલ્લાના વ્યારામાં એક યુવતીએ સરકારી નોકરી અપાવવાના બહાને 19 યુવક યુવતીઓ પાસેથી રૂપિયા પડાવી લઇ છેતરપીંડી કર્યાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાતા પોલીસે આ ઠગ બાજ યુવતીને ઝડપી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

  • Web18
  • Last Updated :
    તાપીઃ તાપી જીલ્લાના વ્યારામાં એક યુવતીએ સરકારી નોકરી અપાવવાના બહાને 19 યુવક યુવતીઓ પાસેથી રૂપિયા પડાવી લઇ છેતરપીંડી કર્યાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાતા પોલીસે આ ઠગ બાજ યુવતીને ઝડપી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

    તાપી જીલ્લાના વ્યારા તાલુકાના સાકરી ગામે રહેતી હેતલ ચૌધરી નામની સાતીર યુવતીએ 19 જેટલા આદિવાસી યુવક યુવતીઓને આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી 10.000 હજાર રૂપિયા 19 ઇસમો પાસેથી પડાવી એક લાખ નેવું હજારની છેતરપીંડી કરી સરકારી સહી સિક્કા વાળા લેટરો આપી નોકરી મળશે તેમ જણાવ્યું હતું.પરંતુ આ યુવકોને છેતરપીંડી થયાનો અહેસાસ થતા વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

    ભોગ બનનારા સુનીલ ચૌધરી સહિત યુવક યુવતીઓએ વ્યારા પોલીસ મથક માં ફરિયાદ આપતા વ્યારા પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી હેતલ ચૌધરી નામની ઠગ યુવતીને ઝડપી પાડી છે. હેતલ અગાઉ 2013ની સાલમાં પણ છેતરપીંડીના ગુનામાં ઝડપાઇ ચુકી છે.પોલીસે આરોપી યુવતીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની કાર્યવાહી શરુ કરી છે.
    First published:

    Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, છેતરપિંડી, ઠગાઇ, યુવતી, વેપાર, શિક્ષણ