Lockdown: 'અમારી રીક્ષા છોડો', ચાર લોકોએ પોલીસ સ્ટેશનમાં ઘુસી ધમાલ મચાવી પોલીસને કર્યા લોહીલુહાણ


Updated: April 4, 2020, 7:10 AM IST
Lockdown: 'અમારી રીક્ષા છોડો', ચાર લોકોએ પોલીસ સ્ટેશનમાં ઘુસી ધમાલ મચાવી પોલીસને કર્યા લોહીલુહાણ
પ્રતિકાત્મક તસવીર

ચાર લોકોએ રિક્ષા છોડવાનું કહેતા હોમગાર્ડ અને પીઆઇ સાથે બબાલ કરી આરોપીઓએ મારામારી કરી હતી.

  • Share this:
અમદાવાદ: કોરોનાને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકો ઘરની બહાર નીકળતા પોલીસ તેમને રોકી રહી છે. જેથી પોલીસ આ લોકોને અટકાવતા લોકો સાથે પોલીસનું ઘર્ષણ વધ્યું છે.

મેઘાણી નગર પોલીસ સાથે પણ કાંઈક આવું જ બન્યું છે. ચાર લોકોએ રિક્ષા છોડવાનું કહેતા હોમગાર્ડ અને પીઆઇ સાથે બબાલ કરી આરોપીઓએ મારામારી કરી હતી. લોહીલુહાણ થયેલી પોલીસને સારવાર માટે ખસેડી આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

મેઘાણી નગર પોલીસસ્ટેશનની વન ગાડીમાં ફરજ બજાવતા મ.સ.ઇ. સાગર ભાઈ ખુમાભાઈ લોકડાઉનને લઈને ફરજ પર હાજર હતા. તેઓ પેટ્રોલિંગ કરીને પોલીસસ્ટેશન આવ્યા ત્યારે પોલીસસ્ટેશનના કમ્પાઉન્ડમાં બબાલ ચાલતી હતી. પીઆઇ ડી.જે. ચુડાસમા પણ હાજર હતા. ત્યારે બબાલ કરનારા લોકોને ચારથી વધારે ભેગા થઈ પોલીસ સાથે બબાલ ન કરવાનું કહેતા મામલો બીચકયો હતો.

આરોપીઓએ પોલીસ સાથે ઘર્ષણ કરી મારમારી કરી હતી. આરોપીની રીક્ષા પોલીસે મેન્ટલ બારી પાસેથી કબ્જે કરતા આરોપીઓ રીક્ષા મુક્ત કરાવવા આવ્યા હતા. પણ પોલીસે આરટીઓમાં દંડ ભરી રીક્ષા છોડાવવાનું કહેતા આ લોકો આવેશમાં આવી ગયા અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું.

ઇજાગ્રસ્ત પોલીસને સારવાર અર્થે ખસેડી હતી. અને અક્ષય દંતાણી, આકાશ દંતાણી, રાજેશ દંતાણી અને ગીતા દંતાણી સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.
First published: April 3, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading