પૂર્વ મહિલા ક્રિકેટર સંસાર છોડીને સંયમના માર્ગે, અમદાવાદમાં બુધવારે દીક્ષા ગ્રહણ કરશે


Updated: January 28, 2020, 5:15 PM IST
પૂર્વ મહિલા ક્રિકેટર સંસાર છોડીને સંયમના માર્ગે, અમદાવાદમાં બુધવારે દીક્ષા ગ્રહણ કરશે
પૂર્વ મહિલા ક્રિકેટર સંસાર છોડીને સંયમના માર્ગે, અમદાવાદમાં બુધવારે દીક્ષા ગ્રહણ કરશે

મુંબઈની પૂર્વ મહિલા ક્રિકેટર ઉષ્મા મંડલેચા સહિત 22 મુમુક્ષુકો 30 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં દીક્ષા ગ્રહણ કરશે

  • Share this:
અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દીક્ષા સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ છે. 30 જાન્યુઆરીના રોજ 22 મુમુક્ષુકો દીક્ષા ગ્રહણ કરશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બુધવારે વર્ષીદાન યાત્રા પણ નિકળશે. 22 મુમુક્ષુકો દીક્ષા લેવાના છે. જેમાં મુંબઈના કલ્યાણમા રહેતી અને પૂર્વ મહિલા ક્રિકેટર ઉષ્મા મંડલેચાનો સમાવેશ થાય છે. ઉષા સંસારની મોહમાયા છોડીને દીક્ષા ગ્રહણ કરશે. પૂર્વ મહિલા ક્રિકેટર ઉષ્મા મંડલેચાએ ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી છે હવે સંસારને પણ છોડી દેશે.

પૂર્વ મહિલા ક્રિકેટર ઉષ્મા મંડલેચાએ ઈગ્લેન્ડ,પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા,સાઉથ આફિકા ન્યુઝીલેન્ડ,બાંગ્લાદેશ, ફિનલેન્ડ સહિતના 8 દેશો સામે મેચ રમી છે. અંડર-19 ટીમમાંથી રમતા પૂણે નેહરુ સ્ટેડિયમમાં ઈગ્લેન્ડ સામે હેટ્રીક વિકેટ ઝડપી હતી. આફિકા સામે પણ હેટ્રીક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો - રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાના તિલક વિધિ કાર્યક્રમની શરૂઆત

ન્યુઝ 18 ગુજરાતી સાથે ઉષ્મા મંડલેચાએ વાત કરતા જણાવ્યું હતું કે બીએમસીસી કોલેજમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમા ગ્રેજ્યુએટ કર્યુ હતું. ઈન્ટર કોલેજ, ડીસ્ટ્રીકટ લેવલ તેમજ મહારાષ્ટ્ર અને વેસ્ટ ઝોનની મહિલા ક્રિકેટ ટીમમા પેસર તરીકે રમતી હતી. 8 દેશ સામે ક્રિકેટ મેચ રમી છુ પરંતુ અત્યારે જીવનમા નવો વંળાક આવ્યો છે. સંસાર છોડવાનુ પસંદ કર્યુ છે. કારણ કે જ્યારે ઉપાશ્રયમાં સાધ્વીજી ભગવંતના આશીર્વાદ લેવા માટે જતી ત્યારે શાંતિનો અહેસાસ થતો હતો. જે અલગ અનુભવ હતો. 22 વર્ષની હતી ત્યારથી દીક્ષાભાવ થયો છે. સાધ્વીજી ભગવંતોના આનંદનો અનુભવ કર્યો અને જેના કારણે હું પણ એ માર્ગ ઉપર ચાલી નિકળી છું.

ઉષ્મા મંડલેચાના પિતા જવેલરી બિઝનેસમાં રીટેલ સેલ્સ ડિપાર્ટમેન્ટનુ કામકાજ સંભાળે છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આચાર્યદેવ શ્રીમદ વિજયમુક્તિ પ્રભુસુરીશ્વરજી સહિત સાધુ સાધ્વીઓની ઉપસ્થિત રહેશે.
First published: January 28, 2020
વધુ વાંચો
अगली ख़बर