Home /News /gujarat /અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન ગુજરાતના મહેમાન બનશે, કાલથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે

અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન ગુજરાતના મહેમાન બનશે, કાલથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે

અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન

Hillary Clinton: અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન કાલે રવિવારથી બે દિવસ સુધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન ક્લિન્ટન સામાજિક કાર્યકર અને ગાંધીવાદી ઈલા ભટ્ટ દ્વારા સ્થાપિત 'સેલ્ફ એમ્પાવર્ડ વુમન એસોસિએશન'ના એક કાર્યક્રમમાં પણ ભાગ લેવાના છે.

વધુ જુઓ ...
ગુજરાત: અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન કાલે રવિવારથી બે દિવસ સુધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન ક્લિન્ટન સામાજિક કાર્યકર અને ગાંધીવાદી ઈલા ભટ્ટ દ્વારા સ્થાપિત 'સેલ્ફ એમ્પાવર્ડ વુમન એસોસિએશન'ના એક કાર્યક્રમમાં પણ ભાગ લેવાના છે. ગાંધીવાદી ઈલા ભટ્ટની આ સંસ્થા 'સેવા' તરીકે ઓળખાય છે. ઈલા ભટ્ટનું ગયા વર્ષે નવેમ્બરમાં નિધન જ થયું હતું.

ઇલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપશે


સેવાના ઈવેન્ટ કોઓર્ડિનેટર રશ્મિ બેદીએ જણાવ્યું હતું કે, ‘હિલેરી ક્લિન્ટન અમદાવાદમાં ઇલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપશે અને રવિવારે શહેરમાં તેમની ઓફિસમાં સેવા સાથે જોડાયેલાના સભ્યો સાથે વાતચીત કરશે. હિલેરી ક્લિન્ટન સોમવારે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લેવા માટે જવાના છે અને તેમની ગ્રામીણ પહેલ ‘સેવા’ ના ભાગરૂપે મીઠાના કામદારો સાથે પણ વાતચીક કરશે.’ઉલ્લેખનીય છે કે, હિલેરી ક્લિન્ટને 2018માં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇલાબેન ભટ્ટના આ કામની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: કોડીનારમાં યોજાયો જિલ્લા કક્ષાનો આયુષ મેળો, સેંકડો લોકો અને દર્દીઓએ લાભ લીધો

સેવા સ્મારકની પણ મુલાકાત લેેશે


મળતી માહિતી પ્રમાણે જણાવવા માંગીએ છીએ કે, ભૂતપૂર્વ યુએસ ફર્સ્ટ લેડી શ્રીમતી હિલેરી ક્લિન્ટન 5મી ફેબ્રુઆરી, 2023ના રોજ અમદાવાદની મુલાકાતે આવશે. મુલાકાત દરમિયાન તેમણે સેવા સ્મારકની મુલાકાત લેવાના છે. જે ટોરેન્ટ ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશન અને એએમસી દ્વારા ઐતિહાસિક સ્મારકમાં બનાવવામાં આવ્યું છે. લોકમાન્ય તિલક ગાર્ડન (વિક્ટોરિયા ગાર્ડન્સ) કે જે ટોરેન્ટ ગ્રુપ દ્વારા પુનઃવિકાસિત અને જાળવણી કરવામાં આવે છે. હિલેરી ક્લિન્ટન બપોરે 3.30 વાગ્યે સેવાના સ્થાપક સ્વર્ગસ્થ શ્રીમતી ઇલાબેન ભટ્ટનાં સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવા માટે પણ જવાના છે.

આ પણ વાંચો: ગુજરાત માટે સારા સમાચાર, ગુજરાતના 87 રેલવે સ્ટેશનો વર્લ્ડ ક્લાસના રેલવે સ્ટેશન બનશે

મીઠાના કારીગરોને સાથે કરશે વાતચીત


આ બે દિવસીય પ્રવાસ દરમિયાન બીજા પણ ઘણા સ્થળોની તેઓ મુલાકાત લેવાના છે. જો કે આ માટે તેમનું તમામ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. હિલેરી ક્લિન્ટન સોમવારે સુરેન્દ્રનગર જિલ્લાની પણ મુલાકાત લેવા માટે જવાના છે, જ્યા તેઓ ગ્રામીણ પહેલ સેવના ભાગ રૂપે કાર્ય કરતા મીઠાના કારીગરોને મળી તેમની સાથે વાત કરવાના છે.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો