Home /News /gujarat /ભાવનગર: ભાજપ નેતાની 16 વર્ષીય દીકરીની હત્યા બાદ ગામ આખું પોલીસ છાવણીમાં તબદીલ

ભાવનગર: ભાજપ નેતાની 16 વર્ષીય દીકરીની હત્યા બાદ ગામ આખું પોલીસ છાવણીમાં તબદીલ

નાના એવા વરલ ગામમાં આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

બે કોમ વચ્ચે થયેલા ઝઘડાંના કારણે ગામની અશાંતિ જોખમી તે પહેલા જ પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીને ઝડપી લઇને તમામને લોકઅપનાં હવાલે કર દીધા છે અને પોલીસે આ બનાવને ખોટી રીતે મોટું સ્વરૂપ ધારણ ના કરે તે માટે વરલ ગામને પોલીસનાં બંદોબસ્તથી કિલ્લેબંધી કરી છે.

વધુ જુઓ ...
નીતિન ગોહીલ, ભાવનગર: ભાવનગર જિલ્લા સિહોર તાલુકાના વરલ ગામે નજીવી બાબતની તકરારમાં એક 16 વર્ષીય સગીરની હત્યા થવા પામી હતી. રાત્રિના સુમારે ટાવરની સાઈટ ઉપર ટ્રેકટર લેવા જવાની બાબતે પૂર્વ સરપંચને બોલાચાલી અને તકરાર થતા એક શખ્સ ઉશ્કેરાઈ ખુલ્લી છરી સાથે મારવા માટે જતા કાકાને બચાવવા ભત્રીજી વચ્ચે પડી હતી. આ દરમિયાન શખ્સે તેને છરી મારી દીધી હતી. રક્ત રંજીત ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા. અને ઘટનાની જાણ થતાની સાથે જ એસ.પી, એસ.ઓ.જી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સિહોર તાલુકાના વરલ ગામે ટાવરનું કામ ચાલુ હોય ત્યા ગઇકાલે ગુરૂવારે રાત્રિના 10.00 કલાકના અરસા દરમિયાન વરલ ગામે રહેતો આરીફ અલારખભાઈ પાયક ટ્રેકટર લેવા માટે ગયો હતો. જ્યાં વરલ ગામના પુર્વ સરપંચ લશ્કરભાઈ માધાભાઈ બારૈયા સાથે આરીફને બોલાચાલી થતા આરીફ અને તેની સાથે રહેલા શખ્સોએ ઝઘડો કર્યો હતો. દરમિયાન ઉગ્ર બોલાચાલીને લઈ આરીફ આવેશમાં આવી તેની પાસે રહેલી છરી લશ્કરભાઈને મારવા માટે દોડયો હતો. તે વેળાએ હાજર લશ્કરભાઈના ભાઈ જગદીશભાઈ બારૈયાની દીકરી રાધિકાબેન (ઉ.વ.16) પોતાના કાકાને બચાવવા ગઇ હતી. જે દરમિયાન આરીફે રાધિકાબેનને છરીનો જીવલેણ ઘા ઝીંકી દેતા તેણીનું ઘટના સ્થળ પર જ મોત નિપજવા પામ્યું હતું.

આ પણ વાંચો: માંડ-માંડ બચ્યો રોહિત શર્મા! વિરાટ કોહલીએ પણ માંગવી પડી માંફી

ભાવનગર જિલ્લના સિહોર તાલુકના વરલ ગામે મોબાઈલ ટાવરના કાટમાળ ખસેડવાની બાબતે થયેલી બોલાચાલીમાં એક સગીરાની હત્યાના બનાવે ચકચાર મચાવી છે અને બે કોમ વચ્ચે થયેલા ઝઘડાંના કારણે ગામની અશાંતિ જોખમી તે પહેલા જ પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીને ઝડપી લઇને તમામને લોકઅપનાં હવાલે કર દીધા છે અને પોલીસે આ બનાવને ખોટી રીતે મોટું સ્વરૂપ ધારણ ના કરે તે માટે વરલ ગામને પોલીસનાં બંદોબસ્તથી કિલ્લેબંધી કરી છે.



ભાવનગર જિલ્લમાં થોડા સમયથી ફરી એક વખત અસામાજિક તત્વોએ માથું ઉંચકયુ છે અને નજીવી બાબતમાં એક સગીરાની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. સિહોર તાલુકાના વરલ ગામે ગુરુવારની મોડી રાત્રીએ બે કોમ વચ્ચે થયેલા ઝઘડામાં ગામનાં મહિલા સરપંચની પૌત્રીની હત્યા થવા પામી છે. મૃતક સગીર હતી અને તેણી ઉપર પણ ટાવરનો કાટમાળ લેવા ગયેલા કેટલાક ઈસમોએ હુમલો કર્યો હતો. જેમાં સગીરા રાધિકા બારૈયાનું મોત નીપજ્ય હતું. ગત સાંજનાં સમયે મૃતકનાં પિતા અને તેના પરિવારો ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા. ત્યારે કેટલાક ઈસમો આવીને ટાવરનો કાટમાળ લેતા હતા. ત્યારે આ સગીરાએ તેના પિતાને ફોન કરી જાણકારી આપી હતી. જો કે આ ઈસમોએ ગ્રામ પંચાયતની લીજનાં ભરી હોય એ માલ નહીં ઉપાડવા દેતા ઈસમોએ હુમલો કરીને સગીરાને મોતને ઘાટ ઉતારી હતી. ઘટના પગલે પોલીસે આ બનાવામાં 6 શખ્સોને ઝડપી લીધા છે.

આ પણ વાંચો: દેવાયત ખવડનો પેંતરો નિષ્ફળ, વચગાળાની જામીન અરજી સેશન કોર્ટે રદ કરી

નાના એવું વરલ ગામમાં આ બનાવે ભારે ચકચાર જગાવી હતી અને ભયનો માહોલ ઉભો કર્યો હતો. જો કે પોલીસે કાફલો સમયસર દોડી ગયા હતા અને આ ઝઘડો મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને હસ્તગત કરી લીધા હતા. આ કેસમાં સંડોવણી આરોપી પાસેથી પોલીસે ધોકા, લાકડીઓ સહિતના શસ્ત્રો કબ્જે લીધા હતા. આજે આ બનાવનાં પગલે જયારે સગીરાની સ્મશાન યાત્રા નીકળી ત્યારે સમગ્ર ગામ સજ્જડ બંધ રહ્યું હતું. પોલીસે પણ જડબેસલાક બન્દોબસ્ત ગોઠવી સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. પોલીસે હાલ તો આ કેસમાં યુવતીની હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે અને 6 શખ્સોને લોક અપનાં હવા ખાતા કરી દીધા છે

ઘટનાને લઇ ગ્રામજનો દોડી આવ્યા ઉંક્ત રક્તરંજીત ઘટનાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી અને મોટી સંખ્યામાં હતી. બનાવની જાણ થતા પી.આઈ સહીતનો પોલીસ કાફલો વરલ દોડી ગયો હતો. અને મૃતક રાધિકાબેનનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ અર્થે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે બનાવ વેળાએ આરીફ પાયકને પણ ઈજા પહોંચતા તેને ઈજાગ્રસ્ત હાલતે ભાવનગર સરકારી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. સિહોર પોલીસે બનાવને લઈ મોડી રાત્રીના હત્યાની કલમ તળે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે તેમજ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. અત્રે ઉલેખનીય બાબત છે કે મૃતક બાળાને પિતાએ પોતાના સગા ભાઈને પોતાની પુત્રી દત્તક આપી હતી. જિલ્લાનાં સિહોર તાલુકાના વરલ ગામે રહેતા લશ્કર ભાઈ બારૈયાનાં નાનાભાઈ જગદીશભાઈ બારૈયાને પુત્ર કે પુત્રી ન હોય તેને લઈને લશ્કરભાઈની પુત્રી રાધિકાને પોતાના જ નાના ભાઈ જગદીશભાઈને દત્તક આપી હતી
First published:

Tags: Bhavnagar crime, Bhavnagar news, ભાવનગર