Home /News /gujarat /રામે પિતાની આજ્ઞા પાળવા 14 વર્ષ વનવાસ ભોગવ્યો, મેં પણ નવાને તક આપવા ટિકિટ ના માંગી: વિજય રૂપાણી
રામે પિતાની આજ્ઞા પાળવા 14 વર્ષ વનવાસ ભોગવ્યો, મેં પણ નવાને તક આપવા ટિકિટ ના માંગી: વિજય રૂપાણી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી સાતમી વખત ગુજરાતમા ભાજપની સરકાર બનશે તેવો દાવો કર્યો હતો.
Gujarat Politics: માંગરોળ બંદર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ભાજપ કાર્યકરો સાથે મીટિંગ યોજી હતી. જેમા જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ માંગરોળ ભાજપનાં કાર્યકરો સાથે બેઠક યોજી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવામાં ભારતીય જનતા પાર્ટી પોતાની સંપૂર્ણ તાકાત સાથે રાજ્યના તમામ વિસ્તારોમાં ખુંદી રહી છે. એવામાં આજે જૂનાગઢના માંગરોળ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. ત્યારે કોંગ્રેસના ગઢને કબ્જે કરવા કવાયત શરૂ કરી છે. ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રણનીતિ ઘટવામાં આવી રહી છે. જે અંતર્ગત ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી દ્વારા કાર્યકરોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિજય રૂપાણીએ સાતમી વખત ભાજપની સરકાર બનશે તેવો વિશ્વાસ દાખવ્યો હતો.
આજે માંગરોળ બંદર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપ કાર્યકરો સાથે મીટિંગ યોજી હતી. જેમા જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ માંગરોળ ભાજપનાં કાર્યકરો સાથે બેઠક યોજી હતી. હાલ વિધાનસભાની ચૂંટણી છે અને માંગરોળ સીટ કોંગ્રેસનાં ગઢ તરીકે જાણીતાં છે જેથી આજે પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માંગરોળ બંદર ખાતે ભાજપના આગેવાનો સાથે ચર્ચા કરવા આવી પહોંચ્યા હતા.
આ દરમિયાન વિજય રૂપાણીએ કહ્યું કે હજીપણ હું મુખ્યમંત્રી જ છુ તેમ કહી કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે પહેલાં ઈન્દિરા ગાંધી અને ત્યારબાદ રાજીવગાંધી અને હાલ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તમામ ઉતરો ઉતર રાજકારણમાં આવે છે.
જ્યારે પોતાના ત્યાગની વાત કરતાં તેમણે કહ્યું કે રામે પિતાની આજ્ઞા પાળવા 14 વર્ષ વનવાસ ભોગવ્યો હતો મેં પણ નવાને તક આપી ટિકિટ ના માંગી હોવાનું જણાવ્યું હતું. અને ફરી સાતમી વખત ગુજરાતમા ભાજપની સરકાર બનશે તેવો દાવો કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, રાજ્યભરમાં હાલ વિધાનસભા ચૂંટણીનો માહોલ ધીમી ધીમે જામી રહ્યો છે અને હવે ગણતરીના દિવસોમાં જ ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી આવી રહી છે ત્યારે માંગરોળ સીટ કોંગ્રેસનાં ગઢ તરીકે જાણીતો છે માટે આ વિધાનસભા બેઠકને પોતાના હસ્તગત કરવા માટે ભાજપે એક અલગ જ રણનીતિ અપવાની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર