સંજય જોશી, અમદાવાદ: કચ્છના પૂર્વ ધારાસભ્ય (MLA) જયંતિ ભાનુશાળી (Jayanti Bhanushali) હત્યાકાંડ કેસમાં આરોપી ભાજપના નેતા છબિલ પટેલે (Chhabil Patel) જામીન મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરતા જસ્ટિસ વી.એમ. પંચોલીએ રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો.
આ મામલે આવતી આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. આવતીકાલે સરકાર હાઈકોર્ટેમાં આ કેસમાં પોતાનો જવાબ પણ રજુ કરી શકે છે.
અગાઉ ભચાઉ સેશન્સ કોર્ટે ભાજપના નેતા છબિલ પટેલના જામીન ફગાવતા જામીન મેળવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.
આ અગાઉ,જંયતિભાનુશાળીની હત્યાના થોડાક દિવસ પહેલાં વિદેશ ગયેલા છબિલ પટેલ અમદાવાદ એરપોર્ટ પહોંચતા CID ક્રાઈમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. CID ક્રાઈમે આ કેસમાં હત્યામાં સંડોવાયેલા બે શાર્પ શૂટર, છબિલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. જોકે, આ કેસમાં મુખ્ય આરોપી ગણાતી મનિષા ગોસ્વામી હાલ પણ પોલીસની પહોંચથી બહાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 24મી જાન્યુઆરીના રોજ પોલીસે જણાવ્યું હતું કે, 7મી જાન્યુઆરીના રોજ સયાજીનગર એક્સપ્રેસ ટ્રેનના ફસ્ટ AC કોચમાં ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર હત્યાકાંડમાં મનિષા ગોસ્વામી અને પૂર્વ MLA છબિલ પટેલના મુખ્ય આરોપી તરીકે નામ ખુલ્યા હતા.
ઉલ્લેખનીય છે કે છબિલ પટેલ અને જ્યંતિ ભાનુશાળી કચ્છની અબડાસા બેઠકથી ધારાસભ્ય રહી ચુક્યા છે. જ્યારે મનિષા નામની મહિલા આરોપીને ભાનુશાળીના ભાણેજ સાથે દુશ્મનાવટ હતી. જ્યંતિ ભાનુશાળી સાથે તેમના ભાણેજ પણ સયાજીનગર ટ્રેનમાં ભુજ થી અમદાવાદ જઈ રહ્યાં હતા.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર