ચૂંટણી ઈફેક્ટ! : ભાજપના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ કોંગ્રેસમાં જોડાયા

News18 Gujarati
Updated: January 22, 2019, 7:33 AM IST
ચૂંટણી ઈફેક્ટ! : ભાજપના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ કોંગ્રેસમાં જોડાયા
બારડોલીના પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા

બારડોલીના પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી :
લોકસભા ચૂંટણીના વર્તારા આવવા શરુ થઇ ગયા છે. પક્ષાંતર, સંતોષ-અસંતોષ અને લાભાલાભની ગણતરીઓ ચાલુ થઇ ગઈ છે. આ ઉપક્રમ અંતર્ગત આજે ભાજપના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થતિ રહી હતી

આ પ્રસંગે બિમલ શાહે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓને હાસીયામાં ધકેલવાનું કામ થયું છે. આ પરિસ્થિતિથી હજુપણ કેટલાય નેતાઓ પીડાઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ટીમ તરીકે કામ કરી રહી છે
googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

હું ભાજપ સરકારમાં મંત્રી હતો સંગઠનમાં 20 વર્ષ કામ કર્યું હતું. કોંગ્રેસમાં હું કોઈપણ લોભ વગર જોડાયો છું અને આગામી લોકસભા ચૂંટણી માટે કામ કરીશ, તેવું શાહે ઉમેર્યું હતું

ઉલ્લેખનીય છે કે, બિમલ શાહ ખેડા જિલ્લાના કપડવંજના દિગ્ગજ નેતા છે.
આ સાથે બારડોલીના પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા છે અને સુરતના દર્શન નાયક પણ પુનઃ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. દર્શન નાયકને વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતા. 

 
First published: January 21, 2019, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading