Home /News /gujarat /Kutch News: કચ્છના મુન્દ્રામાંથી મોટા પ્રમાણમાં વિદેશી સિગારેટ માન્ચેસ્ટરનો જથ્થો ઝડપાયો, રેવન્યૂ ઇન્ટેલિજન્સ ટીમની કાર્યવાહી

Kutch News: કચ્છના મુન્દ્રામાંથી મોટા પ્રમાણમાં વિદેશી સિગારેટ માન્ચેસ્ટરનો જથ્થો ઝડપાયો, રેવન્યૂ ઇન્ટેલિજન્સ ટીમની કાર્યવાહી

કચ્છના મુન્દ્ર પોર્ટ પરથી મોટા પ્રમાણમાં વિદેશી સિગારેટ ઝડપાઈ.

Kutch News: કચ્છના મુન્દ્રા પોર્ટ પર રેવન્યૂ ઇન્ટેલિજન્સની ટીમે કાર્યવાહી કરી 17 કરોડ રૂપિયાની સિગારેટ ઝડપી પાડી છે. વિદેશી સિગારેટ માન્ચેસ્ટરનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે. ત્યારે હાલ આ મામલે તપાસ ચાલુ છે.

કચ્છઃ જિલ્લાના સરહદી વિસ્તારોમાંથી અવારનવાર અનેક વસ્તુઓ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. તો થોડાં સમય પહેલાં જ ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પણ ઝડપાયો હતો. ત્યારે રેવન્યૂ ઇન્ટેલિજન્સની ટીમે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. તેમાં વિદેશી સિગારેટ માન્ચેસ્ટરનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો છે.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સની ટીમે 11મી ઓક્ટોબરે કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી 17 કરોડ રૂપિયાનિ વિદેશી સિગારેટ ઝડપી પાડી છે. વિદેશી સિગારેટ માન્ચેસ્ટરનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે.


પાંચ દિવસ પહેલાં 50 કિલો હેરોઇન ઝડપાયું હતું


ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ICG જહાજે ATS ગુજરાત સાથેના સંયુક્ત ઓપરેશનમાં 06 ક્રૂ મેમ્બર સાથે 50 કિલો હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે. આ સાથે પાકિસ્તાની બોટ અલ-સાકરને IMBL (International Maritime Boundary Line) નજીકથી આજે સવારે 350 કરોડ રૂપિયાની માર્કેટ કિંમતના 50 કિલો હેરોઈન સાથે ઝડપી પાડવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSનું મોટું ઓપરેશન

અગાઉ 200 કરોડનું હેરોઈન ઝડપાયું હતું


ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી 14 સપ્ટેમ્બરે એન્ટી ટેરર ​​સ્ક્વોડ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પંજાબમાં લઇ જવાઈ રહેલું ડ્રગ્સ ગુજરાતના દરિયામાં જ ઝડપી લેવામાં આવ્યું હતું. માહિતી પ્રમાણે એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે ગુજરાતના દરિયા કિનારેથી અરબી સમુદ્રમાં પાકિસ્તાની ફિશિંગ બોટમાંથી 200 કરોડ રૂપિયાની કિંમતનું 40 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. ગુજરાતના દરિયાકાંઠેથી 33 નોટિકલ માઈલ દુર પાકિસ્તાની બોટને દૂર ભારતીય જળસીમામાં પકડી પડવામાં આવી હતી.
First published:

Tags: Kutch Crime, Kutch news, Mundra Port

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો