Home /News /gujarat /

ખાદ્યસામગ્રીમાં ભેળસેળ રોકવા માટે ચકાસણી ઝૂંબેશને વધુ સઘન બનાવાશે : નીતિન પટેલ

ખાદ્યસામગ્રીમાં ભેળસેળ રોકવા માટે ચકાસણી ઝૂંબેશને વધુ સઘન બનાવાશે : નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની તસવીર

નાયબમુખ્ય મંત્રીએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ માટે 100 ટુ વ્હીલર અને 11 ફોર વ્હીલરને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

    ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યના નાગરિકોને ખાદ્ય સામગ્ર-દવાઓ ગુણવત્તાલક્ષી પૂરી પાડવા માટે રાજ્ય સરકારે મક્ક નિર્ધાર કર્યો છે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગર ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ તવભાગના અતિકારીઓની કામગીરીને વધુ સદ્રુઢ બનાવવા માટે 100 ટુ વ્હીલર અને 11 ફોર વ્હીલરનેલીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે નાગરિકોને જીવન જરૂરરયાતની ચીજવસ્તઓુ -ખાદ્યસામગ્રીમાં ભેળસેળ રોકવા માટેની ચકાસણી ઝૂંબેશને આગામી સમયમાં રાજ્યભરમાં વધુ સઘન બનાવશે.

    નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું, “રાજ્યમાં ખાદ્યપદાથોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને નાસ્તાનું ઉત્પાદન પેકીંગ કરીને દેશ-વિદેશમાં તેની નિકાસ થાય છે. પ્રવાસન પ્રવૃત્તિઓના વિકાસના પરિણામે પણ શહેરો-નગરોમાં રેસ્ટોરન્ટ, હોટલો તથા ઉત્પાદન એકમોનું પ્રમાણ વધ્યું છે ત્યારે આ તમામ જગાઓનું સઘન ચેકીંગ કરીને નાગરિકોને ગુણવત્તતાયુક્ત સામગ્રી મળી રહે અનેભેળસેળ ન થાય તેમાટે આ વાહનોની ફાળવણી કરાઇ છે.”

    આ પણ  વાંચો : અમદાવાદ : સમય પૂરો થતાં રેસ્ટોરન્ટે ઑર્ડર ન લીધો, યુવકોએ કરી મારામારી

    તેમણે ઉમેર્યુ કે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમયાનુસાર નગરો-શહેરોમાં સઘન ચકાસણી કરીને હજારો સેમ્પલ પૃથ્થકરણ માટે મોકલવામાં આવી રહ્યા છે. આ ઝૂંબેશને સઘન-ઝડપી બનાવવા માટે વાહનો મહત્વનું પરિબળ બની રહશે. જે ટુવ્હીલરની ફાળવણી કરી છે તે ડ્રગ અતિકારીઓને શહરોમાં હોટલોની ચકાસણી, દવાની દુકાનોની ચકાસણી સહિત ખાદ્યસામગ્રી વેચતા વેપારીઓની ચકાસણી માટે ઝડપથી પહોંચવામાં મદદરૂપ બનશે અને કામગીરી વધુવેગવાન બનશે.

    આ પણ  વાંચો :  મંદીનો માર! મારૂતિ સુઝુકીએ 3,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓની છટણી કરી

    તેમણે વધુમાં કહ્યું કે ગુણવત્તાયુક્ત દવાના ઉત્પાદનમાં ગુજરાત વર્ષોથી પ્રથમ સ્થાન જાળવી રાખી દેશનું ફાર્મ કેપિટલ બન્યું છે. ભારતના ફાર્મા ક્ષેત્રના કુલ 33 ટકા હિ્સો ગુજરાત ધરાવે છે. તે પૈકી ફાર્મા ક્ષેત્રની દેશની કુલ નિકાસના 25 ટકા હિસ્સો પણ ગુજરાત ધરાવે છે ત્યારે આ વ્યવસ્થા વધુ સઘન બને અને ગુડ ગવર્નન્સ દ્વારા પ્રક્રિયાઓ વધુસરળ ઝડપી ઑન લાઇન થાય તેમાટે રાજ્યના ડ્રગ ઇન્સ્પેકટરોને 90 જેટલા લેપટોપ પણ ફાળવવામાં આવ્યા છે. જેના લીધે લાયસન્સની પ્રક્રિયા પણ વેગવાન થશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: FOOD AND DRUGS, ગુજરાત, નિતિન પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन