Home /News /gujarat /ફોલ્ડેબલ આઇફોનની રાહ જોઈ રહેલા લોકો માટે ખરાબ સમાચાર, હજુ આટલા વર્ષ રાહ જોવી પડશે

ફોલ્ડેબલ આઇફોનની રાહ જોઈ રહેલા લોકો માટે ખરાબ સમાચાર, હજુ આટલા વર્ષ રાહ જોવી પડશે

ફોલ્ડેબલ આઇફોનને લઈને મહત્વની જાહેરાત

એપલ દ્વારા ફોલ્ડેબલ આઇફોનની 2025 પહેલા લોન્ચ થવાની શક્યતા નકારી દીધી છે અને ફોલ્ડેબલ આઇપેડ પહેલા લોન્ચ થશે એવી જાહેરાત કરવામાં આવી છે.

  એપલે (Apple) હજી સુધી ફોલ્ડેબલ્સ સ્માર્ટફોન્સ (Foldable iPhones)ની દુનિયામાં પ્રવેશ કર્યો નથી. જ્યારે એન્ડ્રોઇડ ફોન (Android Smartphones) ઉત્પાદકોએ પહેલાથી જ વર્ષોથી આ ક્ષેત્રમાં શરૂઆત કરી દીધી છે. પરંતુ હવે તેમાં બદલાવ આવી શકે છે. મંગળવારે સીએનબીસી દ્વારા સીસીએસ ઇનસાઇટના એક નવા અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે, ક્યુપરટિનો સ્થિત કંપની બે વર્ષના સમયગાળામાં ફોલ્ડિંગ આઇપેડ (Foldable iPad) લોન્ચ કરશે અને ત્યારબાદ 2025 માં ફોલ્ડેબલ આઇફોન લોન્ચ (Foldable iPhone) કરશે.

  આ સ્ટ્રેટેજી રેગ્યુલરથી થોડી અલગ છે, એટલે કે સેમસંગ (Samsung) અને હ્યુઆવેઇ (Huawei) જેવા એન્ડ્રોઇડ ઓઇએમ (Android OEM) હંમેશાં ફોલ્ડેબલ ટેબ્લેટ્સને બદલે ફોલ્ડેબલ સ્માર્ટફોનથી શરૂઆત કરે છે, તેથી જો રીપોર્ટની માનવામાં આવે તો, એપલ અહીં વિપરીત અભિગમ અપનાવશે. નવી તકનીકને તેના આઇફોન-લાઇનઅપની વાત આવે તે પહેલાં સંભવત: નાના આઇપેડ માર્કેટમાં લાવશે.

  આ કોઈ નવાઇની વાત નથી. એન્ડ્રોઇડ ફોન-ઉત્પાદકો દર વર્ષે વિવિધ સીરિઝ અને પ્રાઇસ-પોઇન્ટ્સમાં એકથી વધારે લોન્ચ કરે છે, જે તેમને ફોલ્ડેબલ લોન્ચને સેમસંગ ગેલેક્સી ઝેડ-સિરીઝ જેવી ચોક્કસ સીરિઝ સાથે લોક રાખે છે, જ્યારે વધુ મેઇનસ્ટ્રીમ ડિઝાઇન સ્ટોર શેલ્ફને સ્ટોક કરે છે. એપલ પાસે આ કોઈ લક્ઝરી નથી, કારણ કે બ્રાન્ડ દર વર્ષે મહત્તમ માત્ર ચાર આઇફોન લોન્ચ કરે છે, જે સમાન 'સીરિઝ' નો તમામ પાર્ટ હોય છે (જો આઇફોન એસઇનો સમાવેશ કરવામાં આવે તો પાંચ).

  સીસીએસ ઇનસાઇટના રિસર્ચ ચીફ બેન વુડે સીએનબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે "અત્યારે એપલ માટે ફોલ્ડેબલ આઇફોન બનાવવાનો કોઇ અર્થ નથી. અમને લાગે છે કે તેઓ આ ટ્રેન્ડ દૂર રહેશે અને સંભવતઃ ફોલ્ડેબલ આઇપેડ (iPad) વડે શરૂઆત કરશે." નોંધનીય છે કે, વિશ્વમાં સૌથી સફળ ટેબ્લેટ હોવા છતાં આઇપેડ (iPad) નું વાર્ષિક વેચાણ કોઇ પણ વર્ષમાં આઇફોનના વાર્ષિક વેચાણનો માત્ર એક ભાગ જ છે. તેથી એક વાત સ્પષ્ટ છે કે કોઈપણ ટેક જાયન્ટ માટે પ્રયોગ કરવા માટે નીચા માર્કેટ-શેરવાળા સેગમેન્ટ્સ શરૂઆત કરવા માટેનો બેસ્ટ ઓપ્શન છે.

  વુડે ઉમેર્યું કે, "ફોલ્ડિંગ આઇફોન એપલ માટે સુપર હાઇ રિસ્ક હશે. પ્રથમ, હાલના આઇફોન્સને અસરગ્રસ્ત ન બનાવવા માટે તે અતિ ખર્ચાળ હોવું જોઈએ". વિશ્લેષકે આ અંગે વિસ્તૃત માહિતી આપતાં ઉમેર્યું હતું કે પ્રથમ ફોલ્ડેબલ આઇફોનની કિંમત આશરે 2,500 ડોલર હોઇ શકે છે, જે ગેલેક્સી ઝેડ ફોલ્ડ સિરિઝકરતા લગભગ બમણી છે.

  આ પણ વાંચો: ભારતીય મૂળનાં શખ્સે Appleને ભરી લીધું કરોડોનું બટકું, 140 કરોડનો ચૂનો લગાવ્યાનું સ્વીકાર્યું

  વુડે વધુમાં સૂચવ્યું હતું કે એપલે તેની ફોલ્ડેબલ પ્રોડક્ટ્સ અંગે વધુ સાવચેતી રાખવી પડશે, અને કહ્યું હતું કે જો કંપનીને તેમાં કોઈ તકનીકી સમસ્યાનો આવશે તો ક્રિટિક્સ તેને છોડશે નહીં. એપલે તાજેતરના સમયમાં તેને જાળવી રાખ્યું છે, અન્ય કંપનીઓને ક્રૂડ ટેકનોલોજી સાથે હેવી લિફ્ટિંગ કરવા દે છે, અને જ્યારે તે તકનીક રીફાઇનમેન્ટ સુધી પહોંચે છે ત્યારે જ બેન્ડવેગનમાં પ્રવેશે છે.  આઇફોન્સમાં 5G મોડેમ્સ!

  અન્ય અહેવાલમાં એમ પણ ઉમેરવામાં આવ્યું છે કે એપલ 2025 સુધીમાં તેના આઇફોન લાઇનઅપ માટે ઇન-હાઉસ 5 જી મોડેમ્સ પર સ્વિચ કરી શકે છે. એપલ હાલમાં આઇફોન અને આઇપેડ માટે તેની પોતાની કસ્ટમ ચિપ્સ ડિઝાઇન કરે છે, પરંતુ મોડેમ્સ માટે ચિપમેકર ક્વોલકોમ પર આધાર રાખે છે જે તે ડિવાઇસને 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરવાની મંજૂરી આપે છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Apple, IPhone, Tech

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन