Home /News /gujarat /ગુજરાતનું બજેટ પ્રજાના વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છેઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ

ગુજરાતનું બજેટ પ્રજાના વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છેઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ

બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પત્રકારો સાથે વાત કરી

Gujarat Budget 2023: ગુજરાતમાં બજેટ રજૂ થાય તે પહેલા ખુદ નાણામંત્રીએ બજેટ રાજ્યના વિકાસ અને યુવાનોની પ્રગતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બજેટ લોકોના વિશ્વાસ પર ખરું ઉતરશે તેવી આશાઓ બાંધી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા બજેટ રજૂ થાય તે પહેલા સરકાર પર વિશ્વાસ મૂકવાની સાથે ચાબખાં પણ માર્યા છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
Gujarat Budget 2023 Today: ગુજરાતમાં બજેટ રજૂ થાય તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશા વ્યક્ત કરી છે તે કે તે રાજ્યની પ્રજાની પ્રગતિને ધ્યાનમાં રાખીને તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસ પર ખરું ઉતરે તેવું હશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ બજેટ પ્રજાના હિતમાં તૈયાર કર્યું હોવાનું જણાવ્યું છે. તેમણે બજેટ રજૂ કરતા પહેલા એક સકારાત્મક વાત કરી છે કે બજેટ મુખ્યમંત્રીનું વિકાસનું વિઝન ફળીભૂત થાય તેવું તૈયાર કરવામાં આવ્યું છે. જોકે, બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસે દ્વારા સરકાર પર આશાઓ વ્યક્ત કરવાની સાથે ચાબખાં પણ માર્યા છે.

બજેટ પહેલા નાણામંત્રીએ શું કહ્યું?


નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતા પહેલા ગુજરાતને વિકસિત રાજ્ય બનાવે તેવું બજેટ હશે તેમ કહીને પ્રજાને ખુશ કરી છે પરંતુ હવે કોથળામાંથી શું નીકળે છે તે ટૂંક સમયમાં જનતાની સામે આવશે. કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતા પહેલા પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિકાસનું વિઝન ફળીભૂત થશે તેવું અને ગુજરાતનો વિકાસ થાય તેવું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ બજેટને લગતી પળપળની વિગતો મેળવો

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પાંચ વર્ષના વિઝનને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું છે. લોકો માટેનું જ આ બજેટ છે. નાણામંત્રીએ કહ્યું કે, "લોકો માટે કલ્યાણકારી યોજનાઓ અને ભવિષ્યમાં આપણાં યુવાધનને કઈ રીતે આગળ વધારી શકીએ તેને અનુલક્ષીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. લાંબાગાળાના આયોજનનું પણ આ બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે."

કોંગ્રેસના બજેટ પહેલા સરકાર પર ચાબખાં


ગુજરાતનું બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસ દ્વારા બજેટમાં ખેડૂતો અને યુવાનોને મોટી આશા હોવાની વાત કરી છે. કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આશાઓ પૂર્ણ થાય તેવું બજેટ હોવું જોઈએ તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે બજેટ પહેલા પોતાની વાત રજૂ કરતા જણાવ્યું છે કે, ભાજપ સરકાર પાસે ગુજરાતીઓને મોટી અપેક્ષા છે, આ બજેટ ટેક્સમાં રાહત આપનારું હોય, મોંઘવારીમાં પ્રજા પીસાઈ રહી છે એમાં રાહત આપનારું હોય. ખેડૂત દેવાદાર થયો છે 2022માં ખેડૂતોની આવક બમણી કરીશું તેવા સપના બતાવ્યા ત્યારે ખેડૂતોને આર્થિક રીતે રાહત આપનારું બજેટ હોય. ગુજરાતના યુવાનોને રોજગારી મળે તેવું બજેટ હોવું જોઈએ.


ગેનીબેન ઠાકોરે દેશ અને રાજ્યમાં મોંઘવારીએ માજા મૂકી હોવાનું જણાવીને કહ્યું કે, ઘરમાં ઝઘડાનું કારણ મોંઘવારી છે. ગુજરાતની જનતાએ ભાજપને 156 બેઠકો આપી છે. હવે સરકાર જનતાની અપેક્ષા પર ખરી ઉતરે તે જરુરી છે. તેમણે ટોંણો મારતા કહ્યું કે, સરકાર કોઇ રાહત નહી આપે એ નક્કી છે છતાં અપેક્ષા રાખી રહ્યા છીએ.
First published:

Tags: Gujarat Budget 2023