Home /News /gujarat /સરકારી વિભાગોમાં ફિક્સ વેતન-કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરો

સરકારી વિભાગોમાં ફિક્સ વેતન-કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરો

અમદાવાદઃગુજરાત જેવા વિકસીત રાજ્યમાં તમામ વિભાગમાં સરકારી કર્મચારીઓને ફિક્સ વેતન આપી તેમજ કોન્ટ્રક્ટના ધોરણે ભરતી કરી તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે.જેના કારણે આવી મોંઘવારીમાં તેમના પરિવારનું ગુજરાન ચલાવવું અતિ મુશ્કેલ બની રહેતું હોય છે.તેમજ તમામ વિભાગમાં પડેલી ખાલી જગ્યાઓએ કારણે તમામ સરકારી કચેરીઓની કાર્યક્ષમતામાં ઘટાડો થયો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
    અમદાવાદઃગુજરાત જેવા વિકસીત રાજ્યમાં તમામ વિભાગમાં સરકારી કર્મચારીઓને ફિક્સ વેતન આપી તેમજ કોન્ટ્રક્ટના ધોરણે ભરતી કરી તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે.જેના કારણે આવી મોંઘવારીમાં તેમના પરિવારનું ગુજરાન ચલાવવું અતિ મુશ્કેલ બની રહેતું હોય છે.તેમજ તમામ વિભાગમાં પડેલી ખાલી જગ્યાઓએ કારણે તમામ સરકારી કચેરીઓની કાર્યક્ષમતામાં ઘટાડો થયો છે.

    ગુજરાતની પ્રજા અને સરકારી કર્મચારીઓના હિતને ધ્યાનમાં લઇ ગુજરાત જન અધિકાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજરોજ ફિક્સ-પે નાબુદ કરવામાં આવે, કોન્ટ્રાક્ટના ધોરણે ભરતી બંધ કરવામાં આવે,હાલમાં કોન્ટ્રેક્ટના ધોરણે નોકરી કરતા તમામ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને હાલમાં ખાલી પડેલી તમામ સરકારી જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવામાં આવે તે મુદ્દાઓ પર અમલ કરે માટે અમદાવાદના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

    ગતીશીલ ગુજરાતની વાતો કરતી અને ગુજરાતના વિકાસના મોડેલને સમગ્ર દેશમાં રજુ કરતી ગુજરાત સરકાર નામદાર હાઇકોર્ટના આદેશને માન્ય ન રાખી સરકારી કર્મચારીઓનું ખુલ્લેઆમ શોષણ કરી રહી છે જે ખુબ જ દુઃખદ બાબત છે.રાજસ્થાન સરકાર હાઇકોર્ટના આદેશને માન્ય રાખી ફીક્સ-પે નાબુદ કરી શકતી હોય તો ભારતના સૌથી વિકસીત રાજ્યનો દાવો કરતી ગુજરાત સરકાર કેમ નહી.
    First published:

    Tags: કર્મચારી, ગુજરાત, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો