Home /News /gujarat /ગુજરાતના VHPના 5 નેતાઓને જવાબદારીમાંથી કરાયા મુક્ત

ગુજરાતના VHPના 5 નેતાઓને જવાબદારીમાંથી કરાયા મુક્ત

  VHPની ચૂંટણીમાં પ્રવિણ તોગડીયા જૂથની કારમી હાર બાદ ડો. પ્રવિણ તોગડીયાનો ભાજપ સામેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. આજે સોમવારે ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના પાંચ નેતાઓને તેમની જવાબદારીમાંથી મુક્ત કરવામં આવ્યા છે. પ્રવિણ તોગડિયાના સમર્થનમાં હોવાના કારણે આ પાંચ નેતાઓને જવાબદારીમાંથી મૂક્ત કર્યા હોવાની ચર્ચા છે.

  મળતી માહિતી પ્રમાણે ગુજરાત વીએચપીના પાંચ નેતાઓ જેમણે જવાબદારીમાંથી મૂક્ત કરવામાં આવ્યા છે એમાં વીએચપીના પ્રદેશ મહામંતરી રણછોડભાઈ ભરવાડ, શ્રીમતી માલા રાવલ (દુર્ગાવાહિની), ડો. મુક્તા (સહસંયોજીકા), રોહિત દરજી (સંગઠન મંત્રી), કોશિક મહેતા (કાર્યધ્યક્ષ વીએચપી) અને દેવેશ ઉપાધ્યાય (ક્ષેત્રિય મંત્રી મેરઠ)ના નામનો સમાવેશ થાય છે. આ પાંચ નેતાઓ પ્રવિણ તોગડિયાના સમર્થનમાં હોવાથી તેમને જવાબદારીમાંથી મુક્ત કર્યા હોવાની ચર્ચા છે.

  ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં યોજાયેલી વીહીપની ચૂંટણીમાં પ્રવિણ તોગડિયા જૂથની હાર થઇ હતી. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે વિષ્ણુ સદાશિવ કોકજેની નિમણૂક કરવામાં આવી હતી. આ સાથે જ વિશ્વ હિન્દુ પરિષદની નવી ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી. જે નીચે પ્રમાણે છે.

  વિશ્વ હિન્દુ પરિષદની નવી ટીમ

  - વિષ્ણુ સદાશિવ કોકજેની પ્રમુખ તરીકે નિમણૂંક
  - આલોકજી કાર્ય અધ્યક્ષનું પદ સંભાળશે
  - અશોક ચૌગુલે કાર્ય અધ્યક્ષ વિદેશનું પદ સંભાળશે
  - ચંપતરાયજી ઉપાધ્યક્ષનું પદ સંભાળશે
  - મિલિન્દ પરાન્ડેની મહામંત્રી પદે નિમણૂંક
  - વિનાયકરાવ દેશપાંડેને સંગઠન મહામંત્રીનું પદ સોંપવામાં આવ્યું
  - કોટેશ્વર શર્માને સંયુક્ત મહામંત્રી બનાવાયા
  - દિનેશ ચંદ્રને વ્યવસ્થાપક સમિતિનું સભ્યપદ સોંપવામાં આવ્યું
  Published by:Ankit Patel
  First published:

  Tags: VHP, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन