ભરૂચના નેત્રંગ પાસે ગમખ્વાર અકસ્માત, ટ્રકે 3 બાઈકને અડફેટે લેતા પાંચના મોત

ભરૂચના નેત્રંગ પાસે ગમખ્વાર અકસ્માત, ટ્રકે 3 બાઈકને અડફેટે લેતા પાંચના મોત

બેકાબૂ ટ્રકે ત્રણ જેટલા બાઇકસવારોને ટક્કર મારી હતી. બાદમાં આ બેકાબૂ ટ્રક પણ પલ્ટી મારી ગયો

 • Share this:
  ભરૂચ : ભરૂચ જિલ્લાના નેત્રંગ પાસે ધાણીખુટ અને થવા ગામની વચ્ચે એક બેકાબૂ ટ્રકે ત્રણ બાઈકને અડફેટે 5 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ નેત્રંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઈજાગ્રસ્તને નેત્રંગ સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે.

  ભરૂચના ઝઘડિયામાં નેત્રંગના ધાણીખૂંટ ગામે એક બેકાબૂ ટ્રકે ત્રણ જેટલા બાઇકસવારોને ટક્કર મારી હતી. બાદમાં આ બેકાબૂ ટ્રક પણ પલ્ટી મારી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. જેને પગલે નેત્રંગના ધાણીખૂંટ ગામે રસ્તા પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ પોલીસ અને 108ની ટીમને ફોન કર્યો હતો. આ દરમિયાન લોકોએ ટ્રકનો કાટમાળ હટાવાની કોશિશ પણ કરી હતી. જેમાથી બે યુવકો મૃત મળી આવ્યા હતા.

  આ પણ વાંચો - થાનગઢના સરોડી ગામે હાથમાં છરી સાથે ઝનૂને ચડેલા જમાઈએ સાળીની હત્યા કરી

  નેત્રંગ-ડેડિયાપાડા રોડ પર મહારાષ્ટ્રથી ટાઈલ્સ ભરીને ટ્રક નેત્રંગ તરફ જઈ રહ્યો હતો. ત્યારે ટ્રકે 3 બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બે બહેનો સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
  Published by:Ashish Goyal
  First published: