જુનાગઢઃ પાકીસ્તાન સત્તાધીસો દ્રારા વીદેશ મંત્રાલયને માછીમારાના મોત મામલે કરાયેલ ફેક્સ મામલે રહસ્ય અકબંધ છે. ગુજરાતના ગીર સોમનાથ જીલ્લાના ફીસરીસ વીભાગની યાદીમાં ફેક્સમા ઉલ્લેખ કરેલ નામ 395 બંદીવાન માછીમારોની યાદીમાં ન હોવાથી સવાલો ઉભા થયા છે.
પાકીસ્તાન વિદેશ મંlત્રાલય દ્રારા ભારત વિદેશ મંત્રાલયને એક ફેકસ 15 જાન્યુઆરીના દીવસે આવેલ હતો. આ ફેકસમાં પાકીસ્તાનમાં બંદીવાન વાગા બાના બંનજાન નામના માછીમારનું મોત થયાનું ઉલ્લેખ કરેલ છે. આ ફેક્સને ભારતીય વિદેશ મંત્રાલયે ગુજરાત ફીસરીસ વિભાગને મોકલી આપ્યો છે. ફીસરીસ વિભાગે વેરાવળ ફીસરીલ વિભાગને જાણ કરી હતી.
ફીસરીસ વીભાગે તપાસ કરતા ગુજરાતના 395 બંદીવાન માછીમારોની યાદીમાં વાગા બાના બંનજાન નામનું ઉલ્લેખ જ નથી. આથી ફીસરીસ વિભાગ અને માછીમાર પરીવાર ચીંત્જેતામાં મુકાયો છે. હાલ સુરક્ષા એજન્સીઓ અને ફીસરીસ વિભાગ આ માછીમાર અંગે તપાસ કરી રહ્યા છે. શા માટ નામ બતાવાયુ છે પાકીસ્તાન દ્રારા ખોટુ નામ આપ્યુ છે, કે પછી માછીમારે પાકીસ્તાનમાં ખોટુ નામ લખાવ્યુ છે, હાલ તો 395 માછીમાર ના પરવારો ચીત્તીત છે ત્યારે સવાલ એ છે કે પાકીસ્તાન જેલમાં મુત્યુ પામનાર માછીમાર કોણ,,,
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર