સ્વિસ બેંકોમાં ભારતીયોના 7000 કરોડ રૂપિયા પર જેટલીએ કરી કંઈક આવી સ્પષ્ટતા

 • Share this:
  સ્વિસ બેંકોમાં પાછલા ચાર વર્ષોમાં ભારતીયોના પૈસામાં 50 ટકાનો વધારો થઈ જતાં મોદી સરકાર વિપક્ષના નિશાના પર છે. સ્વિસ બેંકો તરફથી જાહેર કરેલા આંકડાઓને લઈને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેટલીએ સફાઈ આપતા કહ્યું છે કે, "સ્વિસ બેંકોમાં જમા બધા જ પૈસા બ્લેકમની નથી. ત્યાં જે ભારતીયોના પૈસા જમા છે, તેમાંથી મોટાભાગના ભારતીય મૂળના તે લોકો છે જેઓ વિદેશમાં જ વસી ગયા છે." કેન્દ્રીય મંત્રીનું કહેવું છે કે, આખા મામલાને મરી-મસાલો ભભરાવીને રજૂ કરવામાં આવ્યો છે.

  કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ ફેસબુક પર એક બ્લોગ લખીને તેના પર સ્વિસ બેંકોના બધા જ સમાચારોને ફગાવી દીધા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, બ્લેકમની વિરૂદ્ધ મોદી સરકારની નોટબંધીના બધા જ નિર્ણય નિષ્ફળ થઈ ગયા છે.

  જેટલીએ ફેસબુક પર લખ્યું, સ્વિટ્ઝલેન્ડ સ્વિસ બેંકોમાં રાખેલા પૈસાની માહિતી આપવા માટે તૈયાર નહતું. જોકે, પાછળથી વૈશ્વિક દબાણના કારણે તે માહિતી આપવા માટે તૈયાર થયું છે. હવે તેને જાણકારી માંગનાર દેશોનું પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. જેટલીએ તે પણ જણાવ્યું કે, જાન્યુઆરી 2019થી ભારતને આની જાણકારી મળવાની શરૂ થઈ જશે.

  તો બીજી બાજું સ્વિસ બેંકમાં ભારતીયોના નાણા વિશેના SNBના અહેવાલ પછી પીયુષ ગોયલનુ આ નિવેદન આવ્યુ છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2017 સુધી ભારતમાંથી સ્વિસ બેંકમાં જે પૈસા રોકવામાં આવ્યા છે તે 50 ટકા વધીને 7,000 કરોડ રૂપિયા થઈ ગયા છે.

  નાણામંત્રાલયનો કાર્યભાર સંભાળી રહેલ પીયૂષ ગોયલે કહ્યું કે, ભારત બધા જ દ્વિપક્ષીય કરાર હેઠળ સ્વિસમાં રહેલા બધા જ બેંક ખાતાઓની જાણકારી લેવાનું છે. પિયૂષ ગોયલે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, સ્વિસ બેંકમાં જમા બધા જ પૈસા બ્લેકમની છે તે કેવી રીતે માની લેવું.

  જોકે, તેમને જણાવ્યું કે, જો કોઈપણ કંઈક ખોટું કરતાં પકડાશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

  તુલનાત્મક રૂપમાં સ્વિસ નેશનલ બેંક (એસએનબી) દ્વારા જાહેર કરેલા વાર્ષિક આંકડાઓ અનુસાર, સ્વિસ બેંકોએ બધા જ વિદેશી ગ્રાહકો દ્વારા આયોજિત કુલ ફંડ લગભગ 3 ટકા વધીને 1.46 ટ્રિલિયન અથવા 100 લાખ કરોડ રૂપિયા થઈ ગયો.
  Published by:kiran mehta
  First published: