ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે, આ તારીખથી શરૂ થશે પ્રથમ સત્રાંત પરીક્ષા

ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે, આ તારીખથી શરૂ થશે પ્રથમ સત્રાંત પરીક્ષા
પ્રતિકાત્મક તસવીર

શિક્ષણ વિભાગે પરિપત્ર કરી પરીક્ષા લેવા આદેશ કર્યો, તમામ સ્કૂલોમાં એક જ પ્રશ્નપત્ર રહેશે

  • Share this:
    ગાંધીનગર : ગુજરાતમાં ધીરે-ધીરે શાળાઓ શરૂ થઈ ગઈ છે. ઓનલાઇન એજ્યુકેશન બાદ ઓફલાઇન ક્લાસ શરૂ થઇ રહ્યા છે. તેવામાં હવે તમામ ધોરણોના અભ્યાસક્રમ અને પરીક્ષાઓને જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓને બોલાવી કલાસરૂમમાં જ પરીક્ષા લેવાશે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત છે.

    રાજ્યની જિલ્લા પંચાયત અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ 3થી ધોરણ 8માં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે. ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન વિષયોની પરીક્ષા લેવાશે. અન્ય વિષયોની પરીક્ષા શાળાઓ પોતાની રીતે લઇ શકશે. બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને કોમન પ્રશ્નપત્ર આપવામાં આવશે. તમામ સ્કૂલોમાં એક જ પ્રશ્નપત્ર રહેશે. વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી પરીક્ષા લેવાશે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.



    આ પણ વાંચો - CM રૂપાણીએ કહ્યું- આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદ માટે કાયદો ઘડી કાઢવામાં આવશે

    ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(GCERT) અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ગુજરાતના તમામ DEO, DPO અને કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને આદેશ આપી દેવાયા છે. તેમને સૂચના આપવામાં આવી છે કે 15 માર્ચથી પ્રથમ સત્ર નિદાન કસોટી લેવાની રહેશે.
    Published by:Ashish Goyal
    First published:February 25, 2021, 21:18 pm