Home /News /gujarat /Lord Ganesha Utsav In Vadodara: વડોદરામાં સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત જુમ્મા દાદા નામના 107 વર્ષીય મુસ્લિમ વૃદ્ધે કરી હતી
Lord Ganesha Utsav In Vadodara: વડોદરામાં સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત જુમ્મા દાદા નામના 107 વર્ષીય મુસ્લિમ વૃદ્ધે કરી હતી
વડોદરામાં પહેલો ગણેશોત્સવ વર્ષ 1901માં ઉજવવામાં આવ્યો હતો - ફાઇલ તસવીર
Lord Ganesha Utsav: જુમ્મા દાદા વ્યાયામ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટીએ જણાવ્યુ હતુ કે, જુમ્મા દાદાએ યુવાનોને એકસાથે લાવવા અને તેમનામાં દેશભક્તિનો જોશ ભરવા માટે સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કર્યું હતું. ત્યાં જ શહેરમાં ઇતિહાસકાર ચંદ્રશેખર પાટિલે કહ્યુ હતુ કે, જુમ્મા દાદા પહેલા વ્યક્તિ હતા કે જેમણે મોટા પાયે ગણેશોત્સવની ઉજવણી કરી હતી. જેથી સાંપ્રદાયિક સદ્ભાવ અને લોકો વચ્ચે એકતા ટકી રહે.
વડોદરાઃ શહેરમાં સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણીની શરૂઆત 120 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. 107 વર્ષીય મુસ્લિમ પહેલવાને તેની પહેલ કરી હતી. વડોદરા રજવાડાના એક પ્રસિદ્ધ પહેલવાન જુમ્મા દાદાએ યુવાનોમાં દેશભક્તિ અને ભાઈચારાની ભાવના પેદા કરવા માટે 1901માં અખાડામાં જ સાર્વજનિક ગણેશોત્સવ ઉજવ્યો હતો.
જુમ્મા દાદા વ્યાયામ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પ્રોફેસર માણેક રાવે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યુ હતુ કે, જુમ્મા દાદાએ યુવાનોને એકસાથે લાવવા અને તેમનામાં દેશભક્તિનો જોશ ભરવા માટે સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કર્યુ હતુ. તો બીજી તરફ, ઇતિહાસકાર ચંદ્રશેખર પાટીલે જણાવ્યુ હતુ કે, જુમ્મા દાદા પહેલા વ્યક્તિ હતા જેમણે મોટાપાયે ગણેશોત્સવ ઉજવ્યો હતો. જેથી લોકોમાં સાંપ્રદાયિક સદ્ભાવ અને એકતા ટકી રહે.
જુમ્મા દાદાને લોકમાન્ય ટિળક દ્વારા પ્રેરણા મળી હતી
પ્રોફેસર માણેક રાવે કહ્યુ કે, તેમની પહેલ પહેલાં જ કેટલાક મંદિરો ગણેશોત્સવ ઉજવતા હતા. આજે પણ જુમ્મા દાદાના સમર્થકોએ તેમની આ પરંપરા જાળવી રાખી છે. મહાન સ્વાતંત્રતા સેનાની લોકમાન્ય ટિળકે મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની શરૂઆત કરી હતી. ટિળક હંમેશા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયને મળવા જતા હતા. આ દરમિયાન તેમને જુમ્મા દાદા વિશે જાણકારી મળી કે 107 વર્ષના વૃદ્ધને તેમના દ્વારા પ્રેરણા મળી છે.
આયોજનની લોકપ્રિયતા વધતા મોટી સંખ્યામાં યુવાનો જોડાયા
લોકમાન્ય ટિળક સાથે મુલાકાત કર્યા પછી જુમ્મા દાદાએ વ્યાયામ મંદિરમાં ગણેશોત્સવની શરૂઆત કરી હતી. આ વ્યાયામ શાળાનું નિર્માણ વર્ષ 1880માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આયોજનની લોકપ્રિયતા વધતી ગઈ અને મોટી સંખ્યામાં યુવાનો જોડાતા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ રાજ દરમિયાન સ્વાતંત્રતા સેનાનીઓને વ્યાયામ શાળામાં રોકાણ માટેની વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી.
માટીની ગણેશ મૂર્તિ સ્થાપવાનો શરૂઆતથી જ આગ્રહ
આ ઉપરાંત જુમ્મા દાદાએ 1901થી જ હંમેશા માટીની ગણેશજીની મૂર્તિ સ્થાપવાનો આગ્રહ રાખ્યો હતો અને તે આજદિન સુધી જાળવવામાં આવ્યો છે. હરપળે જણાવે છે કે, ‘અમે મૂર્તિનો આકાર, ઊંચાઈ અને દેખાવ તે સમય પ્રમાણે આજ દિવસ સુધી જાળવી રાખ્યો છે. આ ઉપરાંત તે સમયના મળેલા પેમ્ફલેટમાંથી જાણી શકાયું છે કે, ગણેશોત્સવ દરમિયાન ત્યાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવતું હતું. તેમાં મલખમ, તલવારબાજી અને અન્ય કેટલિક શારીરિક કસરતનો સમાવેશ થતો હતો.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર