ગાંધીનગર : સ્વચ્છ ભારત દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના પેયજળ સ્વચ્છતા વિભાગ દ્વારા 'સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલય અભિયાન' અને 'સામુદાયિક શૌચાલય અભિયાન-2020' હેઠળ રાજ્ય શ્રેણીમાં ગુજરાતને પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. જેના પરિણામે ગુજરાત સ્વચ્છતા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયુ છે. જિલ્લા કેટેગરીમાં વલસાડ જિલ્લાને તૃતિય અને બ્લોક કેટેગરીમાં કપરાડા તાલુકાને દ્વિતિય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
ગાંધી જયંતિના રોજ સ્વચ્છ ભારત દિવસ ઉજવણી નિમિત્તે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત રાજ્યને બે શ્રેણીમાં પુરસ્કાર પ્રાપ્ત થયા છે. સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલય ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના પેયજળ સ્વચ્છતા વિભાગ દ્વારા 1 નવેમ્બર 2019 થી 30 એપ્રિલ 2020 સુધી સામુદાયિક શૌચાલયનું નિર્માણ જાળવણી અને બ્યુટીફીકેશનની કામગીરી રાજયના તમામ જિલ્લાઓમાં તબક્કાવાર હાથ ધરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારની ટીમ દ્વારા વિવિધ જિલ્લાઓની સામુદાયિક શૌચાલયોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં, જિલ્લાની કેટેગરીમાં વલસાડ જિલ્લાને તૃતિય પુરસ્કાર તેમજ બ્લોક કેટેગરીમાં કપરાડા તાલુકાને દ્વીતિય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. એ જ રીતે સામુદાયિક શૌચાલય અભિયાન (SSA) ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના પેયજળ સ્વચ્છતા વિભાગ દ્વારા 15 જૂન 2020 થી 15 સપ્ટેમ્બર 2020 દરમિયાન સમગ્ર રાજયમાં કુલ 706 સામુદાયિક શૌચાલયનું નિર્માણ થયુ છે.
સામુદાયિક શૌચાલય અભિયાન (SSA-2020) “સ્વચ્છ ભારત દિવસ પુરસ્કાર-2020” હેઠળ રાજ્ય શ્રેણીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ગુજરાત રાજ્યને પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર